May 10, 2024

આવી રહ્યું છે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ રાશિઓને કરશે અસર

અમદાવાદ: આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણ હતું, પરંતુ એ ભારતમાં દેખાયું નહોતું. આ કારણે ભારતમાં ગ્રહણનું સૂતક લાગ્યુ નહોતું. હવે આગામી દિવસોમાં વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આવવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ ચૈત્ર નવરાત્રિથી પહેલાં આવી રહ્યું છે. ધાર્મિક અને જ્યોતિષ મુજબ આ ગ્રહણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. તેમ છતાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે.

એપ્રિલ 2024નું સૂર્યગ્રહણ ક્યારે થશે?
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 અને 9 એપ્રિલે થવાનું છે. જે ભારતમાં દેખાશે નહીં. પરંતુ ભારતીય સમય પ્રમાણે 8મી એપ્રિલે રાત્રે 9:12 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 2:22 વાગ્યા સુધી ચાલશે. ભારતમાં ગ્રહણનો કોઈ નિયમ લાગુ થશે નહીં. આ સૂર્યગ્રહણ તમામ 12 રાશિઓને અસર કરશે.

એપ્રિલનું સૂર્યગ્રહણ ક્યાં દેખાશે?
ભારત ઉપરાંત વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ કેનેડા, મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ, કોલંબિયા, કોસ્ટા રિકા, અરુબા, બર્મુડા, કેરેબિયન નેધરલેન્ડ, ક્યુબા, ડોમિનિકા, રશિયા, પ્યુઅર્ટો રિકો, ગ્રીનલેન્ડ, આયર્લેન્ડ, આઇસલેન્ડમાં દેખાશે. જમૈકા, નોર્વે, પનામા, નિકારાગુઆ, સેન્ટ માર્ટિન સ્પેન સહિત વિશ્વના ઘણા સ્થળોએ દેખાય છે. જો કે, 8 એપ્રિલ 2024 ના રોજનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી આ ગ્રહણના કોઈ નિયમો લાગુ થશે નહીં.

આ પણ વાંચો: ભારતીય મૂળના વૈજ્ઞાનિકનો પ્રયોગ, 52 વર્ષ બાદ અસ્થિ અવકાશમાં મોકલવી શક્ય

સૂર્યગ્રહણનો જ્યોતિષ સાથે સંબંધ
પંચાંગ અનુસાર ચૈત્ર અમાવસ્યા ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે આવે છે. આ વર્ષે ચૈત્ર અમાવસ્યા 8 એપ્રિલે છે અને ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના સમયે કોઈપણ શુભ કાર્ય કરવું વર્જિત છે. આ સિવાય સુતક કાળમાં પણ દરેક શુભ કાર્ય પર પ્રતિબંધ છે. એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન રાહુ-કેતુનો પ્રભાવ વધે છે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાનું ટાળો.

સૂર્ય ગ્રહણની રાશિ પર અસર
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ તમામ 12 રાશિઓને અસર કરશે. જો કે વૃષભ, મિથુન અને સિંહ રાશિના લોકો માટે તે શુભ રહેશે, પરંતુ મેષ, તુલા અને કુંભ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.