December 23, 2024

માલદીવમાં વિદેશી પ્રવાસીઓ દ્વારા લક્ષદ્વીપની પ્રશંસા

થોડા દિવસો પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત કરી હતી, ગત 4 જાન્યુઆરીએ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લક્ષદ્વીપથી તેમની કેટલીક તસવીરો શેર કરી હતી. પીએમ મોદીએ લક્ષદ્વીપ મુદ્દે ભારતીયોને અપીલ કરી હતી કે તેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકત લે અને પ્રવાસન સ્થળની યાદીમાં સામેલ કરે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની લક્ષદ્રીપની મુલાકાત બાદ માલદીવની સરકારને પેટમાં તેલ રેડાયુ હોય તેવી સ્થિતિ સામે આવી હતી. નોંધનીય છે કે પીએમ મોદીની અપીલને કારણે માલદીવની અર્થવ્યવસ્થા પર ખૂબજ ગંભીર અસર પડી શકે છે. બીજી બાજુ વિદેશી પ્રવાસીઓમાં ભારતને લઈને ઘણું આકર્ષણ જોવા મળે છે. કેટલાક વિદેશી માલદીવ પહોંચ્યા બાદ પણ આ ભારતના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કહ્યું હતું કે જો તમે પણ પ્રકૃતિની સુંદરતા અને એડવેન્ચરનો આનંદ માણવા માંગતા હોવ તો લક્ષદ્વીપ ચોક્કસ આવો. પીએમ મોદીના આ નિવેદન બાદ માલદીવના નેતાઓ અને મંત્રીઓએ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો : PM મોદી પર અપમાનજનક નિવેદન બાદ ભારત એક્શનમાં…

મળતી માહિતી મુજબ ઈટાલીના ફ્રેન્ક બિસ્ટો નામના એક વિદેશી ટુરિસ્ટ માલદીવના ધીફુસી ટાપુ પહોંચ્યા હતાં અને તેમણે કહ્યું કે હું ગોવા અને મુંબઈ ગયો છું. મને ભારતના સ્થળો, પરંપરાઓ, સંસ્કૃતિ અને રંગો ગમ્યા ખૂબજ ગમ્યા છે. અહીંનો સનસેટ ખૂબજ અદ્ભુત છે. ફ્રેન્કે કહ્યું કે મને ભારત ખૂબ ગમે છે અને અમે ભારતમાં લગભગ 10-12 દિવસ રોકાયા હતા. બીજી બાજુ અન્ય ઇરિશ પ્રવાસીએ કહ્યું કે તે હું ત્રણ વખત ભારત આવી ચુકી છું અને અમને આ દેશ ખૂબ ગમે છે. વધુમાં કહ્યું કે ભારતના આંદામાન ટાપુઓ પર વિતાવેલો સમય ખૂબ જ સુંદર હતો.

આ પણ વાંચો : PM મોદીની મુલાકાત બાદ Google પર લક્ષદ્વીપ સૌથી વધુ સર્ચ થયું, છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો !

નોંધનીય છે કે હાલના સમયમાં લક્ષદ્વીપનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ પર લક્ષદ્વીપ સૌથી વધુ સર્ચ થયું હતુ. સામાન્ય ભારતીયોની સાથે સાથે ભારતીય સેલિબ્રિટીએ પણ આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી. ભારત સરકાર આગામી સમયમાં લક્ષદ્વીપને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગે છે.