July 4, 2024

ઘરની વીજળી થઈ જશે ફ્રી! સરકારી યોજના માટે કરો ઓનલાઈન અરજી

PM Surya Ghar: તમે સૌર ઊર્જા વિશે સાંભળ્યું જ હશે. પરંતુ હવે તે શહેરોમાં પણ પહોંચી ગયું છે. દિલ્હી સરકાર દ્વારા સૌર ઉર્જા પર સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દિલ્હી સોલર પોલિસીની સ્ટેટ કેપિટલ પોલિસીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રહેણાંક કસ્ટમર માટે અલગ સબસિડી પોલિસી લાગુ કરવામાં આવી છે. જેમાં યુઝર્સને 2 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટના દરે સબસિડી આપવામાં આવશે અને ગ્રાહક દીઠ વધુમાં વધુ 10 હજાર રૂપિયા આપવામાં આવશે.

સબસિડી ક્યારે મળશે?
પ્રથમ વીજ બિલ આવ્યા બાદ સબસિડી પાસ કરવામાં આવશે. રૂફ ટોપ પ્લાન્ટ લગાવવા માટે ગ્રાહકોને સબસિડી આપવામાં આવશે. પોલિસીમાં સમયાંતરે ફેરફાર પણ કરવામાં આવે છે. દિલ્હી સોલર એનર્જી પોલિસી 2023માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વરસાદનું એક પણ ટીપું તમારી કારની વિન્ડશિલ્ડ પર નહીં ટકે, ખર્ચો માત્ર 500 રૂપિયો

કેન્દ્ર સરકાર પણ આપી રહી છે ઓફર
કેન્દ્રીય નાણાકીય સહાય અલગથી આપવામાં આવે છે. રેસિડેંશિયલ કસ્ટમર માટે 30 હજાર રૂપિયા પ્રતિ કિલો વોટ આપવામાં આવશે પરંતુ તેના માટે તમારે 150 યુનિટથી ઓછી વીજળીનો વપરાશ કરવો પડશે.

કેવી રીતે અરજી કરવી-
PM Surya Ghar: Muft Bijli Yojana પર જઈને તેના માટે અરજી કરી શકો છો. આ સાઇટ પર ગયા પછી તમારે Apply for Rooftop Solar પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે પહેલા તમારા મોબાઈલ નંબરથી એક એકાઉન્ટ બનાવવાનું રહેશે અને પછી તમામ માહિતી આપવી પડશે.