ઘરે બેસીને પાન કાર્ડ માટે આ રીતે કરો અરજી!
અમદાવાદ: PAN કાર્ડએ એક મહત્વપૂર્ણ દસ્તાવેજમાંથી એક છે. તેમા પણ જો તમારી પાસે PAN કાર્ડ નથી તો તમે ઘરે બેઠા બેઠા પણ PAN કાર્ડની અરજી કરી શકો છો. બસ તમારે આ સ્ટેપ ફોલો કરવાના રહેશે.
ઓનલાઈન અરજી કરો
PAN કાર્ડએ એક મહત્વપૂર્ણ દસ્તાવેજમાં ગણવામાં આવે છે. જો તમારી પાસે પણ PAN કાર્ડ નથી તો તમે ઓનલાઈન તેની અરજી કરી શકો છો. જેના કારણે માત્ર તમને આ સ્ટેપ ફોલો કરવાના રહેશે. PAN કાર્ડ ઓનલાઈન કેવી રીતે અરજી કરવા માટે તમારે NSDL (https://tin.tin.nsdl.com/pan/index.html) અથવા UTITISL (https://www.pan.utiitsl.com/PAN/index) વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે ‘કેટેગરી’ પસંદગી કરવાની રહેશે. જો તમે ભારતના નાગરિક છો તો ફોર્મ 49A પસંદ કરો અન્યથા (NRI) ફોર્મ 49AA પસંદ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે DoB, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.
આ રીતે કરો
ત્યારબાદ તમારે પેજના નિયમોને સંમતી આપ્યા બાદ તમારે કેપ્ચા કોડ દાખલ કરવામાં આવશે. ત્યાર બાદ તમારે Enter પર ક્લિક કરવાનું રહેશે. ચકાસણી માટે તમારા મોબાઈલ નંબર/ઈમેલ આઈડી પર OTP મોકલવામાં આવશે. જે બાદ તમારે વપરાશકર્તા ID અને પાસવર્ડ બનાવવાના રહેશે. તમે જે અરજી કરો છો તેની ચુકવણી સ્વીકારવામાં આવશે જે તમારે સબમિટ કરવાની રહેશે. આ દસ્તાવેજોને સ્કેન કરવા અથવા અપલોડ કરવા અથવા કુરિયર/પોસ્ટ દ્વારા NSDL/UTIITSL ને મોકલવા પડશે. તમે આ ફોર્મ સબમિટ કરો છો ત્યારબાદ તમને PAN કાર્ડ તમારે ઘરે 15 દિવસની અંદર પહોંચાડી દેવામાં આવશે.