January 18, 2025

Apple કરશે બે પાવરફુલ ડિવાઇસ લોન્ચ!

અમદાવાદ: શું તમને એપલના પ્રોડક્ટ્સ બહુ પસંદ છે? તો તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે. Apple મે મહિનામાં તેના 2 ગેજેટ લઈને આવી રહ્યું છે. જેમાં Apple iPad Air અને iPad Pro લોન્ચ કરી શકે છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બંને ઉપકરણો M3 ચિપસેટ સાથે આવી શકે છે.

કયારે થશે લોન્ચ
એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કંપની પોતાના 2 ગેજેટ લોન્ચ કરવાની છે. જેમાં Apple iPad Air અને iPad Pro લોન્ચ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે થોડા જ સમયમાં કંપની પોતાના આ ગેજેટને લોન્ચ કરશે. જ્યાં સુધી આ ગેજેટ નહીં આવે ત્યાં સુધીને તેના વિશે માહિતી ફેલાતી રહેશે. હાલમાં લીક થયેલા ડેટા પ્રમાણે કંપની હાલમાં આઈપેડના સોફ્ટવેર અપડેટને રોલ આઉટ કરી રહી છે, જેના કારણે નવા મોડલનું લોન્ચિંગ કરવાનું હાલમાં મોકૂફ રાખ્યું છે.

લોન્ચિંગ કરવામાં આવશે
Appleના ચાહકોને Apple iPad Air અને iPad Pro માટે હવે વધારે રાહ જોવી નહીં પડે. કારણ કે કંપની બંને મોડલને મે મહિનામાં લોન્ચ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કંપની નવા અપડેટ્સ અને નવા ફીચર્સ સાથે Apple iPad Air 2024 અને iPad Pro 2024 રજૂ કરવાની છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર આગામી બે મહિનાની અંદર લોન્ચિંગ કરવામાં આવી શકે છે.

બે વિકલ્પો મળશે
2 મહિનાની અંદર Apple નવા આઈપેડને લોન્ચ કરી શકે છે. પહેલું મોડલ 11 ઇંચ સાથે આવી શકે છે. આ iPadમાં તમને બે સ્ક્રીન સાઈઝ વિકલ્પ પણ તમને મળી રહેશે. બીજું મોડલ આઈપેડ એર સિરીઝનું નવું એડિશન હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે કયારે આવે છે.