December 25, 2024

Apple અત્યાર સુધીનો સૌથી સસ્તો iPhone SE 4 મોડલ લોન્ચ કરશે, ફીચર્સ થયા લીક

Apple iPhone SE 4ની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો આવનારા સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યા છે. આ ફોન લોન્ચ થવાનો હજૂ સમય છે આ પહેલા સતત આ ફોનને લઈને નવી નવી માહિતી સામે આવી રહી છે. લેટેસ્ટ લીક થયેલા રિપોર્ટ અનુસાર આ વખતે કંપની 48 મેગાપિક્સલ કેમેરા સાથે SE મોડલ લોન્ચ કરવામાં આવી શકે છે.

સિરીઝ લોન્ચ કરવામાં આવી
આઇફોન 16 સિરીઝ 9 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરાઈ હતી. લેટેસ્ટ આઇફોન આવ્યાને એક મહિનો થઈ ગયો છે. આ વચ્ચે હવે નવા આઇફોનની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. iPhone SE4 ફોન અને તેને વિશે માહિતી લીક થઈ રહી છે. iPhone પ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે Apple અત્યાર સુધીનું સૌથી સસ્તું iPhone SE 4 મોડલ લોન્ચ કરશે.

શાનદાર ફિચર્સ મળશે
એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે કંપની iPhone SE 4 અથવા iPhone SE 2025ને 2025ના ક્વાર્ટરમાં લોન્ચ કરી શકે છે. હજૂ સુધી એ માહિતી સામે આવી નથી કે કંઈ તારીખના લોન્ચ થશે. લોકોમાં ચર્ચાએ ચોક્કસ છે કે iPhone SE 4 તમામ સિરીઝ કરતા સસ્તો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા ફોનમાં તમને OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

શાનદાર કેમેરા
રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર iPhone SE 4 એ SE સિરીઝનો પહેલો iPhone હશે. કેમેરાની વાત કરવામાં આવે તો 48 મેગાપિક્સલનો કેમેરો તમને મળી રહેશે. લીક્સની માહિતી પ્રમાણે Phone 14 જેટલી બેટરી આપવામાં આવશે. આ સિવાય આ સ્માર્ટફોનમાં તમને સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12 મેગાપિક્સલ મળશે.