Apple iPhone 16ના ડિસ્પ્લેથી લઈને AI ફીચર્સ… જાણો કેમ છે ખાસ
Apple Iphone 16 Series: એપલની લેટેસ્ટ આઈફોન સીરીઝ iPhone 16ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. . iPhone 16 સિરીઝને લઈને ઘણી માહિતીઓ સામે આવતી રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે Appleની આ શ્રેણી આ વખતે મોટી ડિસ્પ્લે સાઇઝ, કેમેરા લેઆઉટ, બેટરી લાઇફ અને જનરેટિવ AI ક્ષમતાઓ સાથે આવી શકે છે.
કેવી રીતે એપલના અન્ય ફોનથી અલગ?
એપલની લેટેસ્ટ આઈફોન સીરીઝ (એપલ આઈફોન 15 સીરીઝ) પછી યુઝર્સ આવનારી સીરીઝ એટલે કે iPhone 16ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. iPhone 16 સિરીઝને લઈને ઘણા અહેવાલો સામે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે Appleની આ શ્રેણી આ વખતે મોટી ડિસ્પ્લે સાઇઝ, કેમેરા લેઆઉટ, બેટરી લાઇફ અને જનરેટિવ AI ક્ષમતાઓના એકીકરણ સાથે વપરાશકર્તાઓનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. જેના કારણે એવું પણ અંદાજો લગાવી શકાય કે આઈફોન 15 સીરીઝ કરતા આઈફોન 16નું વેચાણ વધારે થાય.
કઈ-કઈ ખાસિયતો છે?
મોટા ભાગના પ્લેટફોર્મ પર અત્યારે iPhone 16ની ખાસિયતો વાયરલ થઈ રહી છે. જેના આધારે કહી શકાય કે iPhone 16 Pro અને Pro Max લાવી શકે છે. આ તમામ રિપોર્ટ્સ અનુસાર, iPhone 16 Pro 6.27 ઇંચ અને Pro Max 6.86 ઇંચ ડિસ્પ્લે સાથે લાવી શકે છે. Appleની નેક્સ્ટ જનરેશન A18 Pro ચિપને કારણે iPhone 16 સિરીઝ ખાસ બની શકે છે. આ ચિપ દ્વારા નવા આઈફોનને પરફોર્મન્સ અને કાર્યક્ષમતાના સંદર્ભમાં વધુ સુધારી શકાય છે. iPhone 16 સીરીઝના બેઝ મોડલમાં વર્ટિકલ કેમેરા લેઆઉટ જોવા મળે તેવી પણ વાતો સામે આવી છે. iOS 18 સાથે, Apple આ વખતે જનરેટિવ AI ક્ષમતાઓના એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ સીરીઝમાં આવનારા iPhoneને AI-સંચાલિત ફંક્શન સાથે લાવી શકાય છે.
નવી બેટરીની ડિઝાઇન
અગાઉની સિરીઝની જેમ iPhone 16 સિરીઝમાં પર 4 મોડલનો સમાવેશ કરાયો છે. મળતી વિગતો અનુસાર iPhone 16 સિરીઝના કેટલાક મૉડલમાં iPhone 13 સિરીઝમાં જોવા મળતી L-આકારની બેટરી ડિઝાઇન જોવા નહીં મળે. જે માહિતી વાયરલ થઈ રહી છે તે અનુસાર iPhone 16 Plusમાં 4,006mAh બેટરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. iPhone 16 Pro Max વિશે વાત કરીએ, તો તેમાં 4,676mAhની મોટી બેટરી મળી શકે છે. આ વાયરલ માહિતીઓમાં હજુ iPhone 16 Pro વિશે કોઈ માહિતી સામે આવી નથી. iPhone 15માં 3,279mAhની બેટરી છે, જ્યારે Pro Maxમાં 4,352mAhની બેટરી છે.
અંડરવોટર મોડ
Apple આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં iPhone 16 લોન્ચ કરી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. હજુ તો ઘણો સમય બાકી છે આ પહેલા તેના ફીચર્સ અંગે લીક થવાનું શરૂ થઈ ગયું છે. લેટેસ્ટ રિપોર્ટમાં iPhone 16ની એક અનોખી વિશેષતા સામે આવી છે. જો લીક્સની વાત માનવામાં આવે તો પની iPhone 16 સિરીઝને અંડરવોટર મોડ સાથે લોન્ચ કરવાની છે. હવે તેમાં કેટલી હકીકત છે તે iPhone 16 લોન્ચ થયા બાદ ખબર પડશે.