December 6, 2024

Apple ફાઉન્ડેશન ડે પર જાણો કંપનીના રસપ્રદ તથ્યો!

અમદાવાદ: Appleની ગણતરી વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં કરવામાં આવે છે. Appleનો પાયો 1 એપ્રિલ 1976 ના રોજ નાખવામાં આવ્યો હતો. ત્યારે આજે કંપનીનો સ્થાપના દિવસ છે. ત્યારે અમે તમને એવા રસપ્રદ તથ્યો જણાવવાના છીએ જે બહુ ઓછા લોકો જાણતા હશે.

કંપનીનો પાયો નાખ્યો
વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં Appleની ગણતરી થાય છે. આજના દિવસે Appleનો પાયો નાંખવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોટી અને પ્રીમિયમ ટેક કંપનીઓમાંની એક ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક અને રોનાલ્ડ વેને પર્સનલ કોમ્પ્યુટર બનાવવા માટે આ કંપનીનો પાયો નાખવામાં આવ્યો હતો. આજે એપલ એવા સ્થાન પર પહોંચી ગઈ છે કે તેની કંપનીના પ્રોડક્ટ્સની ખરીદી તમામ લોકો કરવા માંગે છે. 1976માં, સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિકે પહેલું પર્સનલ કોમ્પ્યુટર એપલ 1 લોન્ચ કર્યું હતું. ત્યાર બાદ તેના 1 વર્ષ થતાની સાથે બીજું પર્સનલ કોમ્પ્યુટર એપલ II લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Click Here શું છે? જાણો શા માટે આ પોસ્ટ X પર સતત ટ્રેન્ડમાં છે

એક અલગ ઓળખ
Apple II એ પહેલું પર્સનલ કોમ્પ્યુટર હતું જેને કલર ગ્રાફિક્સ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્યુટરે કંપનીને અલગ ઓળખ આપવામાં ખાસ ભૂમિકા ભજવી હબતી. કંપનીએ 1980માં Apple III લોન્ચ કર્યું હતું. થોડા જ દિવસમાં કંપનીએ દેશ વિદેશમાં હજારો કર્મચારી જોડાયા હતા. આજના સમયમાં મોટા ભાગના લોકોની પસંદગી એપલ છે. ખાસ કરીને યુવાનોને આ કંપનીના ગેજેટ લેવાનો ક્રેઝ ભારે જોવા મળે છે.

એપલ વિશે રસપ્રદ તથ્યો
એપલે 1984 માં માઉસ અને કીબોર્ડ સાથે તેનું પ્રથમ વ્યક્તિગત કમ્પ્યુટર લોન્ચ કર્યું હતું. કદાચ તમને એવું થશે કે આ લોગોમાં એપલ કેમ રાખવામાં આવ્યું કેમ તેમના લોગોમાં એપલને સ્થાન આપવામાં આવ્યું છે, તો તેની સત્યતા એ છે કે હોટલના રૂમમાં પ્લેટમાં રાખવામાં આવેલા ફળને જોઈને કંપનીના લોગોને નક્કી કરવામાં આવ્યો હતો. વર્ષ 2001માં Apple iPad લોન્ચ કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ આજે પણ થાય છે. iPhone તેનો પહેલો ફોન 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે Apple iTunes Store એ ડિજિટલ સંગીત વેચનાર પ્રથમ સ્ટોર છે. જેના કારણે તે વિશ્વની સૌથી મોટી મ્યુઝિક રિટેલર બની ગઈ છે. ઘણા લોકોને એ માહિતી જ નથી કે એપલ આઈફોન, ઘડિયાળ, મેકબુક્સ અને ટેબલેટ સિવાય પણ ઘણી વસ્તું બનાવે છે. 1987માં એપલે ‘ધ એપલ કલેક્શન’ નામની ફેશન રેન્જ પણ લોન્ચ કરી હતી.