May 21, 2024

iPadની જાહેરાતના કારણે Appleએ માંગી માફી, જાણો સમગ્ર મામલો

અમદાવાદ: નવા આઈપેડ પ્રોની જાહેરાતને લઈને એપલને માફી માંગવી પડી હતી. મહત્વનું છે કે, કંપની દ્વારા તેની તાજેતરની લેટ લૂઝ ઇવેન્ટમાં બતાવવામાં આવેલી જાહેરાતમાં ઘણા સંગીતનાં સાધનો અને સર્જનાત્મક વસ્તુઓને એક મોટા મશીન હેઠળ કચડી નાખવામાં આવી હતી. જે બાદ લોકો એપલની ટીકા કરવા લાગ્યા. મનોરંજન ઉદ્યોગના ઘણા દિગ્ગજોએ પણ એપલની આકરી ટીકા કરી હતી. હવે એપલે “iPad Crush” એડને લગતા વિવાદને લઈને તેનું મૌન તોડ્યું છે.

હવે ટીવી પર જાહેરાત પ્રસારિત થશે નહીં
જાહેરાત પર આવેલી પ્રતિક્રિયાના જવાબમાં એપલે માફી માંગી સ્વીકાર્યું કે તેઓએ જાહેરાતના વીડિયોમાં ભૂલ કરી છે. વધુમાં સોશિયલ મીડિયા પર નકારાત્મક પ્રતિસાદને પગલે ટીવી પર જાહેરાત પ્રસારિત કરવાની યોજના કથિત રીતે રદ કરવામાં આવી છે. એડ એજ એપલને ટાંકીને જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય હંમેશા યુઝર્સ પોતાની અભિવ્યક્તિ અને આઈપેડ દ્વારા તેમના વિચારોને જીવંત બનાવવાની અસંખ્ય રીતોની ઉજવણી કરે. અમે આ વિડિયોને લઈને દિલગીર છીએ “

આ પણ વાંચો: જીવતા તો શું, તમે મૃત્યુ પછી પણ દફનાવી નહીં શકો, PM મોદીના પ્રહાર

વિવાદાસ્પદ જાહેરાત
“ક્રશ” શીર્ષકવાળી જાહેરાતને Appleની YouTube ચેનલ પર એક મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. તેને CEO ટિમ કૂક દ્વારા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી હતી. આ જાહેરાતમાં કેમેરા, ગિટાર, પિયાનો અને પેઇન્ટ જેવા વિવિધ સર્જનાત્મક સાધનો બતાવવામાં આવ્યા છે. આ તમામ વસ્તુને કચડી નાખવામાં આવે છે અને અંતે એક નવું આઈપેડ બહાર આવે છે, જે બતાવે છે કે નવા સ્લિમર મોડેલમાં કેટલું સામેલ છે.

ઘણા સર્જનાત્મક વ્યાવસાયિકો ટ્વિટર પર જાહેરાતની નિંદા કરવા લાગ્યા. એપલના સીઈઓ ટિમ કૂકની ક્રશ જાહેરાત દર્શાવતી ટ્વીટને હજારો વખત રીટ્વીટ કરવામાં આવી છે, જેમાં મોટાભાગે ટીકાત્મક ટિપ્પણીઓ છે. જેમાં મોટા નામો પણ તેમાં જોડાયા છે. અભિનેતા હ્યુ ગ્રાન્ટે સિલિકોન વેલીની ક્રશ જાહેરાતને “માનવ અનુભવનો વિનાશ” ગણાવ્યો હતો.