October 6, 2024

IND vs ZIM: ટીમ ઈન્ડિયાના વધુ ખેલાડી ઝિમ્બાબ્વે પહોંચ્યા, શું તેમને પ્લેઈંગ ઈલેવનમાં મળશે એન્ટ્રી?

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણીમાં 2 મેચ રમાઈ ગઈ છે. જેમાં 1 મેચમાં IND અને એક મેચમાં ZIMની જીત થઈ છે. હવે આગામી 3 મેચ બાકી છે. ત્યારે ભારતના સ્ટાર ખેલાડી સંજુ સેમસન ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે હવે ઝિમ્બાબ્વે પહોંચી ગયા છે. ત્યારે હવે સવાલ એ છે કે શુભમન ગિલ આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી આપશે?

ફેરફાર કર્યા છે
BCCI દ્વારા ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દીધી છે. T20 વર્લ્ડ કપ માટે ગયેલી ટીમના આગમનમાં થોડી વાર લાગી હતી. જેના કારણે ટીમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ ફેરફાર માત્ર 2 મેચ માટે જ કરવામાં આવ્યો હતો. ટી-20 વર્લ્ડ કપ રમી રહેલી ટીમના સભ્યો પણ ભારત પરત ફર્યા છે અને આ પછી તેઓ ઝિમ્બાબ્વે પણ પહોંચી ગયા છે. તેમાં સંજુ સેમસન ઉપરાંત શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ છે. હવે આ ખેલાડીઓ ફરીથી રમાવા માટે તૈયાર છે.

સ્થાન મેળવવું મુશ્કેલ
પ્રથમ બે T20 મેચ માટે જે ટીમની જાહેરાત કરવામાં આવી હતી તે ખેલાડીઓએ રમી લીધું છે. પ્રથમ બે મેચમાં અભિષેક શર્માએ શુભમન ગિલ સાથે ઓપનિંગ કર્યું તો 3જા નંબર પર રુતુરાજ ગાયકવાડ રમતા જોવા મળ્યા હતા.અભિષેક પહેલી મેચમાં શૂન્ય રને આઉટ થયો હોવા છતાં બીજી મેચમાં તેણે શાનદરા સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. સંજુ સેમસનને વિકેટ કીપર તરીકે ટીમના પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તેવી શક્યતા છે. જો શિવમ દુબેની વાત કરીએ તો તેની એન્ટ્રી પણ મુશ્કેલ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: India vs Zimbabwe T20 Series: India Teamની હારથી ફેન્સને યાદ આવ્યો આ ખેલાડી

છેલ્લી ત્રણ ટી-20 મેચો માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટમેન), ધ્રુવ જુરેલ (વિકેટમેન), રાયન પરાગ, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, શિવમ દુબે.