January 18, 2025

એપલ અને ગૂગલને લઈને અનુપમ મિત્તલે કહી આ વાત

અમદાવાદ: શાર્ક ટેન્ક ઈન્ડિયાના અને તેના જજ સતત ચર્ચામાં રહે છે. દરેક જજની અલગ અલગ વિશેષતા છે. ત્યારે શાર્ક ટેન્કના જજ અનુપમ મિત્તલે તાજેતરમાં એપલ અને ગૂગલ વિશે એક મોટી વાત કહી દીધી છે. જાણો શું કહ્યું અનુપમ મિત્તલે

આકરી ટીકા કરી
અનુપમે કહ્યું કે આ બંને કંપનીઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવી જ છે. જે સંપૂર્ણ એપ ઈકોસિસ્ટમને નિયંત્રિત કરવાની સાથે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કામ કરે છે. મિત્તલે એમ પણ કહ્યું કે આ કંપનીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અનુપમે ટેક જાયન્ટ્સ એપલ અને ગૂગલની એપ સ્ટોર નીતિઓની આકરી ટીકા કરતો જોવા મળ્યો હતો. મિત્તલે કહ્યું કે કોઈપણ પ્રતિબંધ વિના કામ કરે છે. તમને જણાવી દઈએ કે અનુપમ મિત્તલ Shaadi.comનો સ્થાપક છે.

અયોગ્ય નિયમો
મિત્તલે વધુમાં કહ્યું કે આ કંપનીઓ સ્ટાર્ટઅપ માટે પણ અયોગ્ય નિયમો પર કામ કરી રહી છે. એમ પણ કહ્યું કે આ કંપનીઓ સ્ટાર્ટઅપ માટે પણ અયોગ્ય નિયમો પર કામ કરે છે. આ કંપનીઓ કોઈ પણ ડર વગર કામ કરે છે. આ સાથે મિત્તલે ટેક દિગ્ગજો પર પણ આરોપ લગાવ્યો કે તેઓ આવી પ્રથાઓ દ્વારા આપણી અર્થવ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છે. મિત્તલનું માનવું છે કે આવી કંપનીઓ ઉપર બનતી તમામ કડક કાર્યવાહી કરવી જોઈએ.

ડોગ બનશે અંધ લોકોની ‘દ્રષ્ટિ’
સ્કોટલેન્ડની જેમ્સ વોટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ કોલેજમાં અંધ લોકો માટે એક AI રોબોટ કૂતરો બનાવામાં આવ્યો છે. જે અંધ લોકોને ઘર અને બહાર બંને જગ્યાએ મદદ કરી શકે છે. મહત્વની વાત તો એ છે કે આ AI રોબોટના કારણે અંધ લોકોને મદદ મળી રહેશે. તમે આ રોબોટ ડોગને બોલીને આદેશ આપી શકો છો. આ રોબો તમારી વાત સાંભળીને તમે જે કમાન્ડ આપશો તે કાર્ય કરી આપશે. મહત્વની વાત એ છે કે જે લોકો અંધ છે તેના માટે ખુબ ફાયદાકારક કહી શકાય. કારણ કે જે પણ તેને કમાન્ડ આપવામાં આવશે તે આ કરી આપશે.