ઉત્રાણ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઈંડાના લારીચાલકને અને તેના કારીગરને ઢોર માર માર્યો

Surat Crime: સુરતમાં ક્રાઈમ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક વખત એવા બનાવો સામે આવી રહ્યા છે કે જેને રોકવા હવે સુરત પોલીસ માટે નામુમકીન થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ફરી વાર એવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ઉત્રાણ વિસ્તારમાં અસામાજિક તત્વો ઈંડાની લારી ચાલક વ્યક્તિને તેમજ તેમના કારીગરને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આવો જાણીએ સમગ્ર મામલો શું હતો.
આ પણ વાંચો: રાહુલ દ્રવિડ વ્હીલચેર પર જોઈને વિરાટ દોડી આવ્યો અને આપી જાદુ કી જપી, વીડિયો વાયરલ
દારૂ પીવા દેવાની કરી હતી માંગ
ઉત્રાણ વિસ્તારમાં અસામાજિક તત્વો લોકોને હેરાન કરી રહ્યા છે. ઈંડાની લારી રાત્રે બંધ કરી દીધી હોવા છતાં ત્યાં બેસીને દારૂ પીવા દેવાની કરી હતી સુખદેવ નામના વ્યક્તિ માંગ કરી હતી. ઈંડાની લારી લારી ચાલકને સુખદેવને ના પાડતા ઢોર માર મરાયો હતો. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.સુખદેવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.