December 20, 2024

રાજકોટમાં રમેશ ટીલાળાએ અશાંતધારાને લઈ કલેક્ટરને કરી રજૂઆત

Rajkot News: રાજકોટ શહેરના વધુ એક ધારાસભ્ય દ્વારા અશાંતધારાને લઈ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ પશ્ચિમ બાદ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા સ્થાનિક આગેવાનો તેમજ કોર્પોરેટરો સહિતનાઓને સાથે રાખીને કલેક્ટરને રજૂઆત કરી છે. પ્રભવ જોશીને વોર્ડ નંબર 7, 8 અને 14માં અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા અપાઈ સૂચના

અશાંતધારો લાગુ કરવાનો બાકી છે
રાજકોટ શહેરના રામનાથ પરા, સોની બજાર, વર્ધમાન નગર, પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે કલેક્ટર પ્રભવ જોશી દ્વારા ધારાસભ્ય અને સ્થાનિકોની માંગને લઈ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ દ્વારા પણ વર્ષ 2022માં તેમના વિધાનસભા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી હતી. જોકે આજે પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ અશાંતધારો લાગુ કરવાનો બાકી છે.