December 22, 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી પ્રક્રિયાની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીની જાહેરાત કરવામાં આવ્યું છે. એક સત્તાવાર પરિપત્રમાં ગૌણ સેવા પસંદગી મંડળે જણાવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 કક્ષાની વિવિધ જગ્યાઓની સીધી ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2025 સંભવિત મહિના પ્રમાણે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૌણ સેવા પસંદગી મંડળના જણાવ્યા પ્રમાણે મે-2025માં ભરતીનું જાહેરનામું જાહેર કરવામાં આવશે. ત્યારબાદ, જુલાઈ 2025માં પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સંભવિત સપ્ટેમ્બર માસમાં જાહેર કરવામાં આવશે. બાદમાં મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા ઓક્ટોબર માસમાં લેવામાં આવશે.

તો, મુખ્ય પરીક્ષાનું પરિણામ ડિસેમ્બર 2025 માં જાહેર કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ પ્રમાણ પત્રોની ચકાસણી કરવામાં આવશે. જાન્યુઆરી 2026માં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આયોજન કરવામાં આવશે. જ્યારે નિમણૂક પત્રોની ફાળવણી 28 ફેબ્રુઆરી 2026ના રોજ થાય તેવી શક્યતાઓ છે.