November 18, 2024

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જાહેરાત, 24 દિવસમાં 26 બેઠકો

Gujarat Assembly

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના 4 સત્રની જાહેરાત કરી છે. જેમાં આ સત્ર 1 ફેબ્રૂઆરીથી 29 ફેબ્રૂઆરી સુધી ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે, જ્યારે કામકામના કૂલ 24 દિવસોમાં 26 બેઠકો થશે.

વિધાનસભાના ચોથા સત્ર વિશે વાત કરતા શંકરચૌધરીએ કહ્યું કે, 1 ફેબ્રૂઆરીથી ગુજરાત વિધાનસભામાં રાજ્યના બજેટ સત્રની શરૂઆત થશે. જેને લઈને વિધાનસભામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં 2 ફેબ્રૂઆરીએ બજેટ રજૂ થશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચા કરવામાં આવશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રૂઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે.

મહત્વનું છેકે, ગુજરાત વિધાનસભામાં હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની રહી છે. આથી વિધાનસભાની કામગીરીને ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમ આપવામાં આવી છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યો તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેનું તાલીમ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.