December 26, 2024

અંકલેશ્વરમાં તંત્ર એલર્ટ, વાયુ પ્રદુષણને લઈ દિલ્હી જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે ભર્યા આ પગલાં

Ankleshwar: દિલ્હીમાં વાયુ પ્રદુષણને લઈને લોકો હેરાન પરેશાન છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ ગંભીર અસર થઈ રહી છે. આ વચ્ચે હવે પ્રદુષણ મામલે દિલ્હી જેવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે અંકલેશ્વરમાં તંત્ર એલર્ટ મોડ પર છે. અંકલેશ્વરમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, હાલ અંકલેશ્વરમાં પ્રદુષણ સામાન્ય સ્થિતિમાં છે.

મળતી માહિતી અનુસાર શિયાળામાં વધતાં પ્રદુષણને લઈને અંકલેશ્વરમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીનો AQI શનિવારે 420 હતો. જે રવિવારે થોડો ઘટ્યો હતો, પરંતુ દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI હજુ પણ 400થી ઉપર છે, જ્યાં લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. તેમજ લોકોની આંખોમાં પણ બળતરાની ફરિયાદ આવી રહી છે. દિલ્હીની હવામાં ઝેર ભળ્યું છે, જેનાથી ગૂંગળામણ થઈ ગઈ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીમાં જીતની ઉજવણી સમયે લાગી આગ, MLA સહિત અનેક મહિલાઓ ઘાયલ