January 19, 2025

બિગબોસના કારણે પડી માનસિક સ્વાસ્થ્ય પર અસર- અંકિતા

મુંબઈ: અંકિતા લોખંડે ‘બિગ બોસ 17’ થી સતત સમાચારોમાં છે. તે આ શોની ત્રીજી રનર અપ બનવામાં સફળ રહી. જોકે, તે અને તેના ચાહકોને આશા હતી કે તે ટ્રોફી જીતશે. પરંતુ આવું ન થઈ શક્યું અને મુનવ્વર ફારૂકીએ ટ્રોફી જીતી હતી. હવે અંકિતા લોખંડેએ એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે આ શોએ તેના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરી છે.

એક ઈન્ટરવ્યુમાં અંકિતા લોખંડેએ શો પછી તેને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે ચર્ચા કરી હતી. તેણે કહ્યું, ‘હું મારા દિલ અને લાગણીઓ સાથે બિગ બોસમાં હતી. તેણીને જે લાગ્યું તે કીધું હતું. મેં ક્યારેય કશું છુપાવ્યું નથી કે કશું દેખાડો કર્યો નથી. હું જેમ છું તેમ બતાવ્યું. આ કારણે મને કોઈ અફસોસ નથી. તેમજ હું બિગબોસમાં મારી જર્નીથી નારાજ નથી. માત્ર આઘાત લાગ્યો. મને લાગતું હતું કે મારા ઘણા ચાહકો છે જે મને સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ આ પ્રેમ થોડો ઓછો થયો છે. પરંતુ મેં મારી મુસાફરીનો સંપૂર્ણ આનંદ માણ્યો.

અંકિતા લોખંડે માનસિક સ્વાસ્થ્ય વિશે

માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતાં અંકિતા લોખંડેએ કહ્યું કે આ બધી બાબતોમાંથી તેને સાજા થવામાં સમય લાગશે. કેટલીક બાબતોએ તેના માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર કરી છે. અભિનેત્રીએ કહ્યું, ‘હું બહુ વિચારતી છોકરી નથી. પરંતુ ત્યાં પરિસ્થિતિ એવી હતી કે હું ખૂબ લાચાર બની ગઇ. હવે હું આ બધી બાબતોમાંથી સ્વચ્થ થઇ રહી છું. શક્ય છે કે આ વસ્તુઓ સમયની સાથે સારી થઈ જશે.

અંકિતા લોખંડેની બિગ બોસ જર્ની

અંકિતા લોખંડેએ કહ્યું, ‘મારા પતિ વિકી, મારો પરિવાર, મારી માતા અને વિકી જૈનનો આખો પરિવાર મારી સાથે છે. હું આ વસ્તુઓમાંથી જલ્દી સાજી થઈ જઈશ. તમે જાણો છો કે અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17માં પહોંચી હતી. આ સિઝનના વિજેતા મુન્નવર ફારૂકી હતા, પ્રથમ રનર અપ અભિષેક કુમાર અને સેકન્ડ રનર અપ મનારા ચોપરા હતા.