December 19, 2024

આત્મહત્યા કરી રહી હતી છોકરી…અચાનક એનિમલ અભિનેતા પહોંચ્યો અને બચાવ્યો જીવ

રણબીર કપૂરની ફિલ્મ એનિમલની ચર્ચાઓ અટકી રહી નથી. આ ફિલ્મના દરેક પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ફિલ્મમાં રણબીરના ભાઈઓએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મ એનિમલમાં જોવા મળેલા એક્ટર મનજોત સિંહ હાલમાં ચર્ચામાં છે. તેને એનિમલથી ઘણી ખ્યાતિ મળી. પરંતુ તે રિયલ લાઈફ હીરો તરીકે બધાની સામે આવ્યો છે. અભિનેતાએ એક છોકરીનો જીવ બચાવ્યો છે.

મનજોત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે તે અભિનેતાના વખાણ કરતા થાકતા નથી. ખરેખર, આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી આત્મહત્યાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. તેની આસપાસ ઘણા લોકો હાજર છે. પરંતુ મનજોત હિંમત દાખવે છે અને ધીમે રહી છોકરી તરફ આગળ વધે છે અને તે કૂદી પડે તે પહેલા તેને બચાવી લે છે.

આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને માત્ર ફિલ્મી હીરો જ નહીં પરંતુ રિયલ લાઈફનો હીરો પણ કહી રહ્યા છે. જો કે, આ વીડિયો વર્ષ 2019નો છે અને તેનો ખુલાસો પણ અભિનેતાએ જ કર્યો છે. મનજોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ સાથે તે સમયની સ્થિતિ પણ કેપ્શન દ્વારા લખવામાં આવી છે. અભિનેતા લખે છે કે, 2019 માં એવું બન્યું કે એક છોકરી આત્મહત્યા કરી રહી હતી અને ભગવાનની કૃપાથી હું તેને બચાવી શક્યો, હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતો. આપણે બધા સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ “ક્યારેક જીવવું એ હિંમતનું કાર્ય છે.”

 

View this post on Instagram

 

A post shared by RoYaL (@royal_manjjot_singhh)

તમને જણાવી દઈએ કે, મનજોત સિંહને રણબીર કપૂરની એનિમલમાં તેમના ભાઈનો રોલ કરવાનો હતો. અભિનેતાએ તેની સાઈડ રોલમાં પણ પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું હતું. હાલમાં તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેનો વાયરલ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.