December 19, 2024

શું ફોનની બેટરી સમય પહેલા ખતમ થઈ જાય છે? બસ આ કરો

અમદાવાદ: આજના સમયમાં મોટા ભાગના લોકોની સમસ્યા એ છે કે સ્માર્ટફોનમાં એક સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા છે બેટરી ખતમ થઈ જવાની. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે એ માહિતી લઈને આવ્યા છીએ, જેના થકી તમારા ફોનની બેટરી કલાકો સુધી ચાલશે.

ફોનની બેટરી ચાલે
સ્માર્ટફોનની બેટરીને લાંબા સમય સુધી ચાલવી આ સમયની મોટી સમસ્યા છે. કોઈ કામ હોય અને અચાનક અથવા અચાનક બહાર જવાનો પ્લાન બને ત્યારે ખુબ ગુસ્સો ચોક્કસ આવે છે. જો તમારી સાથે પણ એવું થાય છે અને તમે પણ લાંબા સમય સુધી તમારા ફોનની બેટરી ચાલે તેવું કરવા માંગો છો. તો અમે તમારા માટે આજે માહિતી લઈને આવ્યા છીએ. જે માહિતી થકી તમે તમારા ફોનની બેટરી વધારે ચલાવી શકો છો.

બ્રાઈટનેસ ઘટાડો
તમારા સ્માર્ટફોનની સ્ક્રીનની બ્રાઈટનેસને ઘટાડવાનું રાખો. જેના થકી તમારી બેટરીની લાઈફ વધારી શકો છો. જો તમારે સ્ક્રીનમાં પ્રકાશની જરૂર નથી તો તમે સંપૂર્ણપણે બંધ કરી શકો છો.

બ્લૂટૂથ બંધ કરો
જો તમારા ફોનમાં તમે Wi-Fi અને બ્લૂટૂથનો ઉપયોગ ન કરતા હો ત્યારે તેને યાદ કરીને ચોક્કસ બંધ કરી દો. આ બંને પણ તમારા ફોનની બેટરી ઓછી કરી શકે છે.

એપ્લિકેશનો બંધ કરો
કેટલીકવાર કેટલીક એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે. તે તમારી બેટરીનો વધારે વપરાશ કરે છે. જેને તાત્કાલિક બંધ કરી દો. જેના માટે તમારે “સેટિંગ્સ”> “એપ્લિકેશનો” > “ચાલી રહી છે” પર જઈને તેમને બંધ કરી શકો છો.

આ પણ વાંચો: હવે વોટ્સએપમાં ફોટો અને વીડિયો ઈન્ટરનેટ વગર મોકલો!

ડેટા સેવર મોડનો ઉપયોગ કરો
જ્યારે તમે ઓછો ડેટા વાપરતા હોવ ત્યારે ડેટા સેવર મોડનો ઉપયોગ કરો. જેના કારણે બેટરી તમારી વધારે ચાલે.

સ્ક્રીન સમય ઘટાડો
તમે તમારા સ્માર્ટફોનનો જેટલો ઓછો ઉપયોગ કરશો, તેટલી ઓછી બેટરીનો વપરાશ થશે. જ્યારે તમે રાત્રે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, ત્યારે નાઇટ મોડનો ઉપયોગ કરો. આ બેટરીનો વપરાશ ઘટાડવામાં મદદ કરશે. તમારા સ્માર્ટફોનને સૂર્યપ્રકાશમાં અથવા ગરમ જગ્યાએ રાખવાનું ટાળો.