ગૂગલ ક્રોમના ફીચરે આપી વાંચવાની ઝંઝટમાંથી મુક્તિ, હવે સાંભળો ને મજા કરો

Android phone: એવું કહેવાય છે કે, વાંચન એ દિમાગને તેજ રાખતી આદત છે. જો વાંચનની ટેવ ન હોય તો એની ટેવ પાડવી જોઈએ. હવે જેને વાંચવાનો કંટાળો આવે છે પણ કોઈ બોલે કે વાંચી સંભળાવે તો એ ગમે છે. તો આ અપડેટ તમારા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. હવે ટેકેનોલોજી એવી આવી રહી છે કે, હવે ઈન્ટરનેટ પર રહેલા કોઈ પણ પેજને તમે કાને સાંભળી શકશો. ગૂગલ ક્રોમ બ્રાઉઝરે આ ફીચર સંબંધી એક અપડેટ જાહેર કરી દીધી છે. લીસન ટુ ધ પેજ નામના ફીચરને ગૂગલ તરફથી રોલ આઉટ કરી દેવામાં આવ્યું છે.
ભાષાનો સમાવેશ કરાયો
આ ફીચરનો ઉપયોગ કરવો સરળ છે. આ ફીચરની મદદથી કોઈ પણ વેબસાઈટને ઓપન પણ કરી શકાય છે. પછી તેને વાંચવાના બદલે સરળતાથી સાંભળી શકાય છે. એટલું જ નહીં 12 ભાષામાં એ પેજને સાંભળી શકાય છે. ભલે અંગ્રેજી ન આવડતું હોય કે, ઓછું ફાવતું હોય. પણ આ ફીચર 12 ભાષામાં પ્રાપ્ય હોવાથી બીજી કોઈ મુશ્કેલી વગર જે તે પેજને સાંભળી શકાશે. બાર ભાષાઓમાં અરબી, બંગાળી, ચાઈનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, હિન્દી, ઈન્ડોનેશિયન, રશિયન, પોર્ટુગીઝ, જાપાની અને સ્પેઈનની ભાષાનો સમાવેશ કરાયો છે. ગૂગલના એક રીપોર્ટ અનુસાર આ ફીચર ત્યારે જ એક્ટિવ થશે જ્યારે એની સ્ક્રિન લોક મોડ પર હશે. સ્ક્રિન લોક કર્યા બાદ જ આ ફીચરનો ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો: YouTubeમાં હવે ગૂગલ જેવું ફિચર, જાણો નવું અપડેટ
ઓડિયો સામગ્રી પર કામ
માત્ર એક પેજ જ નહીં જુદી જુદી લીંક, ટેબ અને એક જ પેજ પર રહેલા જુદા જુદા વિભાગને પણ સરળતાથી સાંભળી શકાશે.આ ફીચર્સથી જે લોકો ઓડિયો સામગ્રી પર કામ કરે છે એને સીધો ફાયદો થશે. ખાસ કરીને આર્ટિકલ અને પુસ્તકોને ઓનલાઈન વાંચવાનો આનંદ બેવડાશે. આ ફીચરનો ઉપયોગ કરવા પહેલા ક્રોમ ઓપન કરવું પડશે. પછી એ વેબસાઈટ પર જવાનું રહેશે જેને સાંભળવી છે.પછી ટોપ રાઈટ સાઈટ મોર બટન પર જવાનું પછી લીસન ટુ ધ પેજ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. પછી ક્લોઝ કરતા ફીચર્સ પૂર્ણ થઈ જશે. હવે આ મોડ દરેક વેબસાઈટ પર પ્રાપ્ય હોય એવું જરૂરી નથી.જે પેજ પર લિસન ટુ ધ પેજનો કોઈ ઓપ્શન જ નહીં હોય ત્યાં આ ફીચર કામ નહીં કરે. જેમાં ઓપ્શન છે ત્યાં પ્લે, પોઝ, રીવાઈન્ડ ફોરવર્જ જેવી સુવિધા પણ આપવામાં આવી છે. સ્પીડમાં પણ વધારો ઘટાડો કરી શકાય છે. આ ઉપરાંત એમાં ઓટોસ્ક્રોલ ફિચર પણ યુઝ કરી શકાય છે. જેને સમયાંતરે ટર્નઓફ કરી શકાય છે.