CSK vs KKR: આન્દ્રે રસેલ CSK માટે બની શકે છે ખતરો
IPL 2024: આજે IPLમાં CSK અને KKR વચ્ચે મહામુકાબલો થવાનો છે. આ મેચ દરમિયાન સૌથી વધારે નજર કોઈ ઉપર હોય તો છે આન્દ્રે રસેલ. આ સિવાય ધોની અને ગંભીર ઉપર પણ લોકોનોની નજર રહેશે.
મુશ્કેલી ઊભી કરી
એમએસ ધોની હવે ભલે CSKનો કેપ્ટન ન હોય પરંતુ એમ છતાં હજુ તેમની પાસે લોકોને આશા તો ચોક્કસ છે. KKRનો બેટ્સમેન આન્દ્રે રસેલ CSK માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જોકે CSK પાસે તેનો પણ તોડ છે. ટીમમાં 2 ખેલાડીઓ એવા છે જે રસેલને સદી ફટકારતા રોકી શકે છે. આન્દ્રે રસેલ હાલમાં IPLમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે હૈદરાબાદની ટીમ સામે તોફાની ઇનિંગ્સ રમી હતી. ત્યારે આજે પણ તેમના ચાહકોને આશા છે કે તે પોતાની તોફાની ઇનિંગ્સ રમે.
આ પણ વાંચો: કેએલ રાહુલે જીતનો શ્રેય કોને આપ્યો? વીડિયો વાયરલ
મૂકવાનો પ્રયાસ કરવો
અત્યાર સુધીમાં આન્દ્રે CSKના બોલર મથિશા પથિરાના સામે વધુ રન બનાવી શક્યો નથી. રસેલે જાડેજાના 25 બોલમાં માત્ર 32 રન જ બનાવ્યા હતા. જેના કારણે એવું કહી શકાય કે જયારે રવીન્દ્ર જાડેજા આવે છે ત્યારે રસેલની બેટિંગનો જાદુ ચાલતો નથી. જેના કારણે આજની મેચમાં રસેલની સામે બોલિંગ માટે પથિરાના અને રવિન્દ્ર જાડેજાને આગળની લાઇન પર મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. આન્દ્રે રસેલે આ વર્ષની IPLમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં 105 રન બનાવ્યા છે. હવે આજની મેચમાં જોવાનું રહ્યું કે કોની થાય છે જીત અને કોણ બતાવશે પોતાનો જલવો.