September 8, 2024

આવી મસ્ત કારમાં થઈ રાધિકાની વિદાય, ‘અનંતિકા’ના વેડિંગ રહ્યા મેમોરેબલ

Anant Ambani Radhika wedding: અંબાણી પરિવારની કોઈ પણ વાત હોય એ ઈન્ટરનેટ પર એટલી મોટી ચર્ચાનો વિષય બને છે કે, પ્રસંગ પછી પણ હેશટેગ સાથે એ પરિવારની વાત ઈન્ટરનેટથી લાખો લોકો સુધી પહોંચે છે. એ પછી રેહાનાનો ડાન્સ હોય, એને ચૂકવેલી રકમ હોય કે પછી આ વખતે જાણીતા અને આઈકોનિક બનેલા રેસલર જોન સીનાનું યુ કાન્સ સી મી પર ભાંગડા હોય. લક્ઝરી લાઈફસ્ટાઈલ અને સેલિબ્રિટીના જમાવડાથી ઘેરાયેલા કપલ્સની અનેક રીલ્સ ઈન્ટરનેટ પર ટ્રાફિક વધારી રહી છે. તો સેલિબ્રિટીના અવનવા ડાન્સ કે નખરા જોઈને પણ લોકો ખુશ થઈ જાય છે. આજે વાત કરવી છે એ કારની કે જેમાં બેસીને રાધીકા હવે અંબાણીપુત્રની અનંત સફરની જીવનસાથી બની.

દરેક સભ્ય પાસે છે પોતાની કાર
આમ તો જ્યારે અનંતની એન્ટ્રી મંડપમાં પડી ત્યારે પણ એની કાર ચર્ચાનો વિષય બની હતી. અંબાણી પરિવારમાં દરેક સભ્ય પાસે પોતાની એક કાર છે. જોકે, આખો પરિવાર કારનો શોખીન છે. એ વાત અલગ છે કે, આવી કાર દૈનિક ધોરણે ખાસ કોઈના ધ્યાને નથી આવતી. અનંતને પણ કારનો શોખ છે. પણ જે કારમાં રાધીકાની વિદાય થઈ છે એ કોઈ સામાન્ય કાર નથી. રાધીકા જે કારમાં બેસીને અનંત પાસે ગઈ એ કાર રોલ્સ રોયલ્સ છે. કારમાં એડવાન્સ ફીચર્સ અને ઘણી બધી ટેકનિક છે. કારમાં પેટ્રોલ એન્જિન કામ કરે છે. જ્યારે આઠ ઓટોમેટિક ગેરબોક્સ પર કાર ચાલે છે. આ લક્ઝરી કારનું મોડલ રોલ્સ રોયલ્સ ક્યુલિયન બ્લેક બડજે છે. કારમાં પાછળ બેસનારા માટે પણ 12 ઈંચની સ્ક્રિન આપવામાં આવી છે. સમગ્ર ઈન્ફોટેઈનમેન્ટ આગળથી ઑપરેટ થાય છે.

આ પણ વાંચો: SUVના શોખીનો માટે નવી કાર તૈયાર, Hyundai Exter મન મોહી લેશે

કિંમત જાણીને આંખ ચાર થઈ જશે
પાછળની સીટ પણ કોઈ સામાન્ય સીટ નથી. પાછળની સીટ એક મસાજ ફંક્શન સીટ છે. પોર્ટેબલ વાઈફાઈ અને હોસ્ટપોસ્ટ પણ આપવામાં આવે છે. મસ્ત ડિસપ્લે, પુશબેક અને આરામથી સૂઈ શકાય એવી સગવડ છે. 4 કેમેરા સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત એક્વિટ ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 23 ઈંચના વ્હીલ પર દોડનારી આ કાર ચલાવવા પણ ઘણી ખાસ છે. કારની પાછળના ભાગમાં બે એક્સટ્રા સીટ પણ આપવામાં આવી છે. જ્યાં નાનકડું એક સેન્ટર ટેબલ પણ આપવામાં આવ્યું છે. ભારતીય ઓટો માર્કેટમાં આ કારની કિંમત 7 કરોડ રૂપિયા સ્ટાર્ટિંગ છે.