January 24, 2025

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં મુકેશ અંબાણીએ સલમાનને લગાવ્યા ગળે: Video

Mukesh Ambani Hugs Salman Khan: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેનો આજે છેલ્લો દિવસ છે અને ત્યાં ઘણા બધા ફોટા જોવા મળ્યા છે. અને ફંક્શનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો છે, જેમના પરફોર્મન્સ, મસ્તી અને ડાન્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાન, વધુ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે અને ચાહકો આ વીડિયો પર તેમની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. ખરેખરમાં આ વીડિયોમાં મુકેશ અંબાણી સલમાન ખાનને ખૂબ જ હૂંફથી ગળે લગાવતા જોવા મળે છે.

અંબાણીએ સલમાનને ગળે લગાવ્યા

વીડિયોમાં સલમાન ખાન બ્લેક કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યા છે જ્યારે મુકેશ અંબાણી બ્લૂ કલરના કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. એકબીજાને ગળે લગાડ્યા પછી બંને વાત કરતા અને એક મહેમાનને મળતા જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો પર મોટી સંખ્યામાં લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. સાથે જ ફેન્સ કોમેન્ટ કરીને તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર લખ્યું, ‘મોસ્ટ અવેટેડ સીન સલમાન અંબાણી’.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું હતું

અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈનો રોલ દરેક જગ્યાએ છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘સલમાન અને મુકેશ અંબાણી એક સાથે આઇકોન સીન’. એટલું જ નહીં, આ વીડિયો સિવાય એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન અને અનંત એકબીજાને ગળે લગાવે છે. આ પછી સલમાન ટાઈગરને ગળે લગાવતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, અનંત અને રાધિકા આ ​​વર્ષે 12 જુલાઈ 2024 ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લોકો તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.