અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન, જાણો કોણ-કોણ આવશે
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન અને રાધિકા મર્ચન્ટના લગ્ન નજીક છે. ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન લગ્ન પહેલાનો કાર્યક્રમ યોજાશે. સમારોહ પરંપરાગત હશે પરંતુ તે ભવ્ય રીતે યોજાય તેવી અપેક્ષા છે. અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે.
જોકે, રસપ્રદ વાત એ છે કે, માર્ચની શરૂઆતમાં જામનગરમાં થનારી પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં ઘણા આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ સામેલ થાય એવી આશા છે. મીડિયા રિપોર્ટ અનુસરા આ યાદીમાં મેટાના CEO માર્ક જુકરબર્ગ, મૉર્ગન સ્ટેનલી CEO ટેડ પિક, માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ, ડિજ્નીના CEO બોબ ઇગર, બ્લેકરૉકના CEO લૈરી ફિંક, એડનોકના CEO સુલ્તાનન અલ જાબેર અને EL રોથ્સચાઇલ્ડના અધ્યક્ષ લિન ફોરેસ્ટર ડી રોથ્સચાઇલ્ડ સહિત અન્ય લોકો સામેલ થશે.
ઈવાન્કા ટ્રમ્પ પણ રહેશે હાજર
અન્ય લોકોમાં બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, બ્લેકસ્ટોન ચેરમેન સ્ટીફન શ્વાર્ઝમેન, ઇવાન્કા ટ્રમ્પ, કતારના પ્રીમિયર મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, ટેક ઇન્વેસ્ટર યુરી મિલ્નર અને એડોબના સીઇઓ શાંતનુ નારાયણ, લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લેઉન, BP ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચીનક્લોસ, Exor CEO જ્હોન એલ્કન સામેલ થશે.
આ ઉપરાંત સિસ્કોના ભૂતપૂર્વ ચેરમેન જોન ચેમ્બર્સ, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટના સીઈઓ બ્રુસ ફ્લેટ, મેક્સીકન બિઝનેસ મેગ્નેટ કાર્લોસ સ્લિમ, બ્રિજવોટર એસોસિએટ્સના સ્થાપક રે ડાલિયો અને બર્કશાયર હેથવેના ઈન્સ્યોરન્સ ઓપરેશન્સના વાઈસ પ્રેસિડેન્ટ અજીત જૈન પણ આ સેલિબ્રેશનમાં હાજરી આપી શકે છે.
નોંધનીય છે કે, લગ્ન પહેલાના સેલિબ્રેશનમાં મહેમાનોને ભારતીય સંસ્કૃતિની સુંદરતાનો અનુભવ થશે. તેમને ગુજરાતના કચ્છ અને લાલપુરની મહિલા કારીગરો દ્વારા બનાવેલા પરંપરાગત સ્કાર્ફ આપવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશને શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં ગુજરાતની મહિલાઓ અનંત અને રાધિકાના લગ્ન સમારોહ માટે બાંધણી સ્કાર્ફ તૈયાર કરતી જોઈ શકાય છે.
ક્લિપમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી પણ કારીગરોને મળતા અને તેમની મહેનત જોઈને ખુશી વ્યક્ત કરતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાએ જાન્યુઆરી 2023માં મુંબઈમાં તેમના નિવાસસ્થાન એન્ટિલિયામાં પરંપરાગત સમારોહમાં સગાઈ કરી હતી.