January 24, 2025

રાધિકા-અનંતની ગ્રાન્ડ એન્ટ્રી, જુઓ અંબાણી પરિવારની તસવીરો

મુકેશ અંબાણી-નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકાના પ્રીવેડિંગ ગુજરાતના જામનગરમાં ખૂબ જ ધામધૂમથી થઇ રહ્યું છે.. આ પ્રી-વેડંગ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે ભારતના જાણીતા ચહેરાઓ સિવાય અબજોપતિ-અબજોપતિ ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો છે. પોપ સ્ટાર્સ રિહાન્નાથી લઈને દિલજીત દોસાંઝ સુધી, તેઓએ એવા દમદાર પરફોર્મન્સ આપ્યા કે તેમના વીડિયો આજે પણ સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી 3 દિવસ સુધી ચાલવાની હતી. અંબાણી પરિવારના ખાસ ફંક્શનનો આજે ત્રીજો દિવસ છે. આવી સ્થિતિમાં અંબાણી પરિવાર ખાસ લુકમાં જોવા મળ્યું હતું. દુલ્હન બનવાની રાધિકા મર્ચન્ટ ભવ્ય એન્ટ્રી લેતી જોવા મળે છે. અનંત અંબાણી તેમની સામે હસતા જોવા મળે છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગનું સેલિબ્રેશન જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. જ્યારે મુકેશ અંબાણી, નીતા અંબાણીની તસવીરો પણ સામે આવી છે. તેઓ આતુરતા પૂર્વક અનંત અને રાધિકાની રાહ જોઇ રહ્યા છે.

ત્રીજા દિવસે રાધિકા મર્ચન્ટની દુલ્હન એન્ટ્રી જોરદાર હતી. રાધિકા મર્ચન્ટે લહેંગામાં સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે.  રાધિકાએ મિિનિમલ મેકઅપ કર્યો છે. તેમજ તે સ્માઇલ આપતી જોવા મળી રહી છે.

શ્લોકા મહેતા અને ઈશા પીરામલ પણ એકસાથે જોવા મળી રહ્યા છે. ઈશા અને શ્લોકા અનંતનો હાથ પકડીને આવતા જોવા મળી રહ્યા છે. શ્લોકા અને ઈશા ખૂબ જ સુંદર લાગી રહ્યાછે. તે બન્નેએ લહેંગા પહેર્યો છે.