January 3, 2025

વરરાજા બન્યા અનંત અંબાણી, અંબાણી પરિવારનો પ્રસંગ શોભાવવા પહોંચ્યા ફિલ્મી સિતારા, રાજકીય નેતાઓ અને VVIP

Anant Radhika Wedding: આજે 12 જુલાઇના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાત જન્મના બંધનમાં બંધાઈ જશે. જામનગરથી શરૂ થયેલ કપલના પ્રી-વેડિંગની મહિનાઓ સુધી ધૂમ મચેલી રહી. હવે અનંત અને રાધિકા હવે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. શુક્રવારે મુંબઈ ખાતે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત રાધિકાના લગ્નનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ભવ્યાતિભવ્ય આ લગ્નમાં દેશ-વિદેશના VVIP મહેમાનો હાજરી આપશે. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એન્ટિલિયા દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અનંત-રાધિકાના લગ્નના ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. કાર્દશિયન સિસ્ટર્સની સાથે સાથે અનેક હોલીવુડ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ વર્ષના સૌથી મોટા લગ્નની સાક્ષી બનશે.

અનંત રાધિકાના લગ્નમાં VVIPની એન્ટ્રી

વરરાજા અનંત અંબાણીનો ફર્સ્ટ લુક
અંબાણી પરિવાર શુભ લગ્ન સ્થળ જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યો છે. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને આનંદ પીરામલની પહેલી તસવીર સામે આવી છે. શ્લોકા પિંક લહેંગામાં સુંદર લાગી રહી હતી. આખો પરિવાર સોળશણગાર સજીને તૈયાર થઈને વરરાજા અનંત સાથે પેપ્સ માટે પોઝ આપ્યા હતા. ગોલ્ડન શેરવાનીમાં અનંત હેન્ડસમ લાગતો હતો. નીતા અંબાણીએ પુત્રના લગ્નમાં અબુ જાની સંદીપ ખોસલાના ડિઝાઈનર રંગાત ઘાગરા પહેર્યા હતા.

લગ્ન સ્થળે અંબાણી પરિવારની શાનદાર એન્ટ્રી

પરિવાર સાથે પહોંચ્યા રજનીકાંત
સાઉથના સુપરસ્ટાર અને થલાઈવર રજનીકાંત પત્ની લતા, પુત્રી સૌંદર્યા અને તેમના પરિવાર સાથે અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે. રજનીકાંત પછી, ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે સમારોહમાં એન્ટ્રી કરી.

પરિવાર સાથે પહોંચ્યા રજનીકાંત
પત્ની સાક્ષી અને દીકરી સાથે પૂર્વ ક્રિકેટર એમ. એસ. ધોની

મુકેશ અને નીતા અંબાણીના પિતા ધીરુભાઈને કર્યા યાદ 
અનંતઅંબાણીના લગ્ન પ્રસંગે અંબાણી પરિવારે ઘરના મહત્વના સભ્યોને પણ યાદ કર્યા. લગ્ન સ્થળ પર નીતા અંબાણીના પિતા રવીન્દ્રભાઈ દલાલ અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીની તસવીરો મૂકવામાં આવી છે. બંનેના ફોટોગ્રાફ્સની ફ્રેમને ચારેબાજુ ફૂલોથી સજાવવામાં આવી છે.

મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી અને નીતા અંબાણીના પિતા રવીન્દ્રભાઈ દલાલના ફોટા સાથે સજાવાઈ ફૂલોની દીવાલ

અંબાણી પરિવારના લગ્ન શોભાવવા અનેક સ્ટાર્સની એન્ટ્રી 
અંબાણી પરિવારના ઝલસામાં અનેક સ્ટાર્સ હાજરી આપવા આવી રહ્યા છેર. સંજય દત્તે પોતાના મિત્ર સાથે આ લગ્નમાં એન્ટ્રી કરી છે. આ ઉપરાંત રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા રોયલ લુકમાં જોવા મળ્યા હતા.

રિતેશ દેશમુખ અને જેનેલિયા
સંજય દત્ત

લગ્ન સ્થળે પહોંચ્યા જ્હોન સીના અને જેકી શ્રોફ
અનંત અને રાધિકાના યાદગાર દિવસના સાક્ષી બનવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને વિદેશી સ્ટાર્સનું આગમન ચાલુ છે. WWE રેસલર જોન સીના, જેકી શ્રોફ ઉપરાંત વિધુ વિનોદ ચોપરા પરિવાર સાથે પહોંચ્યા હતા. જોન સીના ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો. તે સ્કાય બ્લુ બંધગાલા સૂટ અને સફેદ પેન્ટમાં સુંદર લાગતો હતો.

ટ્રેડિશનલ લૂકમાં ઝોન સીના
જેકી શ્રોફ

ફૂલની ચાદરથી શણગારેલી અનંત અંબાણીની કાર
એન્ટીલિયાથી VVIP જાનૈયા અને પરિવારના સભ્યો આવવા લાગ્યા છે. થોડા સમયમાં અનંત અંબાણીના માથા સહેરો બંધાશે. અંબાણી પરિવાર તમામ મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે. કરોડોની કિંમતની અનંતની રોલ્સ રોયસ કારને લાલ અને સફેદ ફૂલોની ચાદરથી શણગારવામાં આવી છે. પરિવારની અન્ય ગાડીઓને પણ ફૂલોથી શણગારવામાં આવી છે.

અનંત અંબાણીની કરોડોની ફૂલોથી શણગારવામાં આવેલ Rolls Royce કાર

લગ્નમાં પહોંચ્યા ફિલ્મી સ્ટાર્સ
જિયો વર્લ્ડ સેન્ટરમાં ફિલ્મી હસ્તીઓનું આગમન શરૂ થઈ ગયું છે. તમામ સેલેબ્સ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. જુઓ કોણ આવ્યું છે અનંત રાધિકાના લગ્નમાં..

ભાઈ ઈબ્રાહીમ સાથે સારા અલી ખાન
અર્જુન કપૂર
અનન્યા પાંડે
ખુશી કપૂર
રાજકુમાર રાવ અને પત્રલેખા