December 22, 2024

આણંદના વિદ્યાનગરમાં 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ, ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો

આણંદઃ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં અનેક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ત્યારે આણંદમાંથી પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ પ્રમાણે, એવરેસ્ટ ઓવસિઝના માલિકે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કર્યા છે. નશીલો પદાર્થ પીવડાવીને યુવતી પર બળાત્કાર આચરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે માલિક ભૌમિક મકવાણા સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

માલિક ભૌમિક મકવાણાએ 23 વર્ષીય યુવતી સાથે અવારનવાર દુષ્કર્ આચર્યું હતું અને પરિણામે યુવતી ગર્ભવતી બની હતી. યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ રહી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં આણંદના નરાધમ કાઉન્સિલર દિપુએ દુષ્કર્મ આચર્યું હતું અને હજુ તેઓ પોલીસ પકડથી દૂર છે. ત્યાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે.