તારાપુર-ધર્મજ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત
આણંદઃ તારાપુર-ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, આણંદના તારાપુર-ધર્મજ હાઇવે પર આવેલા વડદલા પાટીયા નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઘટનાસ્થળે જ ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે, ઓવરટેક કરવા જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની તપાસ માટે પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે. અકસ્માતમાં ત્રણેય મૃતકો રાજકોટના હોવાની માહિતી મળી હતી. ત્રણેય રાજકોટથી સુરત જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો અને તેમના મોત નીપજ્યા હતા.
મૃતકોનાં નામ
- ધ્રુવ રૂડાણી
- મનસુખભાઈ કોરાટ
- કલ્પેશ જીયાણી