આણંદના રાવડાપુરા પાસે પસાર થતી નહેરમાં નાહવા પડેલા 2 યુવાનોના મોત

આણંદ: આણંદના રાવડાપુરા પાસેથી પસાર થતી નહેરમાં રીક્ષા લઈને નાહવા ગયેલા મિત્રો પૈકી 2 યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. 19 વર્ષીય રેહાન રાકીમ અને 17 વર્ષીય અયાન મહેબૂબ વહોરાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
નહેરમા નાહવા પડેલા 2 યુવાનોના મોત નિપજ્યાં છે, જે બંને યુવકો આણંદના રહેવાસી છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢયા હતા. બંને યુવકોના મૃતદેહને આણંદ જનરલ હોસ્પીટલ ખસેડાયા હતા. આણંદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.