March 24, 2025

લ્યો બોલો! આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં રાતો રાત ઢોર ગાયબ થઈ ગયા

Anand News: આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં રાતો રાત ઢોર ગાયબ થઈ ગયા છે. આણંદની ગણેશ ચોકડી નજીક આવેલ રૂપાપુરા પાસે ઢોર ગાયબ થઈ ગયા છે. આશરે 50 વધુ પશુઓ મધ્યરાત્રિએ થયા ગાયબ થતા ચકચાર મચી ગયો છે. ઘટનાની ખબર પડતા પાંજરાપોળના કોન્ટ્રાક્ટર સહિતના અધિકારીઓ દોડતા થયા છે.

આ પણ વાંચો: જો વરસાદને કારણે KKR vs RCB મેચ રદ થાય તો કઈ ટીમને થશે ફાયદો?

અડધી રાતે આ ઢોર ગાયબ
મનપાએ પોલીસમાં અરજી કરતા પોલીસે પણ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જો કે ડબ્બામાં પૂરેલા ઢોર કોણ લઈ ગયું તે સવાલ થઈ રહ્યો છે. ઘટનાની ખબર પડતા પાંજરાપોળના કોન્ટ્રાક્ટર સહિતના અધિકારીઓ દોડતા થયા છે. પંરતુ સવાલ એ છે કે અડધી રાતે આ ઢોર ગાયબ ક્યા થયા.