October 25, 2024

બોરસદના યુવાનનો કેનેડામાં કાર અકસ્માત, કાર સળગતા જીવતા ભડથું થયો

આણંદઃ બોરસદના યુવકનું કેનેડામાં એક કાર અકસ્માતમાં મોત થયું છે. જયરાજસિંહ સિસોદીયા નામના યુવકનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. કારમાં આગ લાગતા આ યુવાન જીવતો ભૂંજાયો હતો.

મળતી માહિતી પ્રમાણે, આ યુવાન ટોરન્ટોના ડાઉનટાઉનથી કાર લઈને નીકળ્યો હતો. આ કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. કાર રોડ સાઇડની ગાર્ડ રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં ઇલેક્ટ્રિક કારની બેટરી બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી.

અકસ્માત બાદ અચાનક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રિક કાર હોવાથી બેટરી બ્લાસ્ટ થતા કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવાન આશાસ્પદ દીકરાના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.