શિક્ષક બન્યો હેવાન, લગ્નની લાલચે વિદ્યાર્થીનીને ગોંધી રાખી 13 દિવસ દુષ્કર્મ આચર્યું
આણંદઃ રાજ્યમાં અવારનવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે જિલ્લામાંથી વધુ એક એવી ઘટના સામે આવી છે. જેમાં શિક્ષક ભાન ભૂલીને હવસખોર બની ગયો હતો. પી.ટી શિક્ષકે સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે.
મળતી માહિતી પ્રમાણે, આંકલાવ તાલુકાની માધ્યમિક શાળાના એક શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. શિક્ષકે વિદ્યાર્થિનીને રમતગમત ક્ષેત્રે ખૂબ આગળ વધારવાની લાલચે દુષ્કર્મ આચર્યું છે.
શિક્ષકે 17 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું છે. 42 વર્ષીય શિક્ષક જયેન્દ્રસિંહ રાજે સતત 13 દિવસ સુધી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની લાલચ આપીને વિદ્યાર્થિનીને ભગાડી દીધો હતો અને 13 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો.
ડાકોર પાસેના પીલોદ ગામે મિત્રના ઘરે લઈ ગયો હતો અને ત્યાં વિદ્યાર્થિનીને ગોંધી રાખી હતી. ત્યારે આ સમગ્ર મામલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જયેન્દ્ર રાજની ધરપકડ કરી છે.
પોલીસે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘ગત પહેલી માર્ચના રોજ વિદાય સમારંભ પત્યા પછી પોતાના ગામે આવેલા ઘરે લઈ જઈ તેના ઘરે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, આ પહેલા પણ આરોપીએ અડાસ ગામમાં આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું.’