December 5, 2024

સલમાન ખાનના શૂટિંગ સ્થળે અજાણ્યો વ્યક્તિ ઘુસ્યો, પૂછપરછ દરમિયાન ધમકી આપી, કહ્યું- ‘બિશ્નોઈને કહું?’

Salman Khan Security Breach: સલમાન ખાનની સિક્યોરિટીમાં મોટી ખામી જોવા મળી રહી છે. સુપરસ્ટારના શૂટિંગ સ્થળે એક અજાણ્યો વ્યક્તિ ઘુસ્યો. બાદમાં જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ વ્યક્તિ સલમાન ખાનની શૂટિંગ સાઇટમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. પૂછપરછ કરવા પર વ્યક્તિએ કહ્યું- ‘બિશ્નોઈને કહું?’ સૂત્રોએ જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.