ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારમાં M4-ક્લાસનું સોલર એક્સપ્લોઝન થયું

Australia: સ્પેસવેધર ડોટ કોમની માહિતી મુજબ 6 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારમાં M4-ક્લાસનું સોલર એક્સપ્લોઝન થયું હતું. જેના કારણે પ્લાઝમાના ગરમ ફુગ્ગાઓ અને M-4 ક્લાસનું શક્તિશાળી સોલાર એક્સપ્લોઝન ઉત્પન્ન થયું હતું અને આ 14,00,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૂર્યના વાતાવરણમાંથી પસાર થયા હતા. આ જ્વાળામાંથી નીકળતા શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે ઓસ્ટ્રેલિયામાં શોર્ટવેવ રેડિયો બ્લેકઆઉટ હતો. NOAAના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2017 પછીની આ સૌથી મોટી જ્વાળા અને રેડિયો વિસ્ફોટ હતો.