December 19, 2024

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ યાત્રીઓને લઈને થયા આ કરાર

સાઉદી અરેબિયા: આપણા ધર્મમાં ધાર્મિક યાત્રાનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પછી તે હિન્દુ ધર્મ હોય કે પછી મુસ્લિમ ધર્મ. ત્યારે ભારતીય મુસ્લિમો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારત અને સાઉદી અરેબિયાએ હજ માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 2024માં વાર્ષિક હજ યાત્રા માટે 1,75,025 હજયાત્રીઓનો ક્વોટા ફાળવી દેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

આટલા હજયાત્રીઓ જશે અરેબિયા
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ યાત્રીઓને લઈને કરાર કરવામાં આવ્યો છે. આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એક માહિતી અનુસાર ભારતમાંથી 1 લાખ 75 હજાર 25 હજયાત્રીઓ હજ માટે સાઉદી અરેબિયા જશે. સ્મૃતિ ઈરાની અને વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરન અત્યારે સાઉદીની રાજધાની જેદ્દાહમાં છે. તેમણે મળીને સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ બાબતોના મંત્રી ડૉ. તૌફિક બિન ફૌઝાન અલ રાબિયા સાથે દ્વિપક્ષીય હજ કરાર કર્યા છે.

યાત્રાળુઓનો ક્વોટા નક્કી
હજ 2024 માટે ભારતમાંથી 1,75,000 યાત્રાળુઓ જવાના છે. આ સંખ્યામાંથી 1,40,020 સીટો હજ કમિટિ માટે અનામત કરવામાં આવી છે. જેમાંથી હજ ગ્રુપ ઓપરેટરો માટે 35,005 સીટો બહાર પડાશે. આ વખતે ખાસ વાત એ છે કે ભારત સરકારે એક ડિજિટલ પહેલની શરૂઆત કરી છે. આ ડિજિટલ પહેલની ખાસ વાત એ હશે કે ભારતીય હજ યાત્રીઓ તમામ જરૂરી માહિતી ડિજિટલના માધ્યમથી જાણકારી મેળવી શકશે.સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં મુસ્લિમ સમુદાય માટે એક પવિત્ર યાત્રાધામ આવેલું છે. જેને હજ કહેવામાં આવે છે, દરેક દેશના મુસ્લિમ સમુદાય દ્વારા ચોક્કસ મુલાકાત લેવામાં આવે છે. પાઠ કરવો, નમાઝ અદા કરવી, ઉપવાસ કરવો, જકાત આપવી અને હજ પર જવું. કલમા, નમાઝ અને રોઝા રાખવા દરેક મુસ્લિમ માટે જરૂરી છે.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં બદમાશોએ ચૂંટણીના બે ‘ દિ પૂર્વે ટ્રેનને આગચંપી કરી