દશેરા પહેલા તાપીના વ્યારામાં જોવા મળી હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ
દિપેશ મજલપુરીયા, તાપી: તાપી જિલ્લાના વ્યારામાં દશેરાના પર્વમાં હિન્દૂ મુસ્લિમ ભાઈચારાની અનોખી મિસાલ સામે આવી રહી છે, વ્યારામાં રહેતા એક મુસ્લિમ બિરાદર દ્વારા રાવણના પૂતળાની બનાવટ દરમ્યાન નિરમૂલ્યે સેવા આપી રહ્યો છે અને આ તહેવારોમાં સહભાગી થઈને કોમી એકતાની મિસાલ પુરી પાડી રહ્યો છે.
ઉત્તર ભારતીય સમાજ દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે છેલ્લા 10 વર્ષથી રાવણનું પૂતળું જાતે બનાવવામાં આવે છે. લગભગ 40થી 50 ફૂટ ઊંચા આ પૂતળાની બનાવટમાં હિન્દુ સમાજના યુવાનોની સાથે સાથે મુસ્લિમ સમાજના યુવાન દ્વારા પણ તેમાં મદદ કરવા આવે છે. નિરમૂલ્યે અને નિઃસ્વાર્થ પણે મુસ્લિમ બિરાદર દ્વારા રાવણના પૂતળાની સજાવટમાં છેલ્લા દસ વર્ષથી સહભાગી થઈ રહ્યો છે. તો સાથે સાથે, રાવણના પૂતળા દહનના કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ સહકાર આપી હિન્દૂ મુસ્લિમ એકતાની મિસાલ આ યુવાનો આપી રહ્યા છે.