December 22, 2024

ઈન્ડોનેશિયાની ધરા ધણધણી, 6.7ની તીવ્રતાના ભૂકંપે હચમચાવ્યા

ઈન્ડોનેશિયા: “હવે તો ખમૈયા કર કુદરત”… છેલ્લા 3 વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશમાં પણ અશાંતિ જોવા મળી રહી છે. કેટલાય પરિવારે તેના વ્હાલસોયાને ગુમાવ્યા છે. પછી તે કોરોના હોય કે પછી કુદરતી કોઈ પણ આફત હોય પરંતુ મહત્વની વાત એ છે કે લોકોના મોત કુદરતના કોપથી થઈ રહ્યા છે. ફરી એક વખત ઇન્ડોનેશિયા ભૂકંપ આવ્યો છે. નવા વર્ષની શરૂઆત 2024ની શરૂઆત થતાની સાથે જાપાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં ઘણા લોકો મોતને ભેટ્યા હતા. ત્યાર બાદ મ્યાનમાર અને અફઘાનિસ્તાનમાં પણ ભૂંકપ આવ્યો હતો. ત્યારે ઈન્ડોનેશિયામાં પણ મોડી રાત્રે ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ મંગળવારે તારીખ 9-1-2024ના રાત્રે 02:18 મિનિટ 47 સેકન્ડ પર આવ્યો હતો. જોકે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈના મોતના કોઈ સમાચાર નથી.

ભૂકંપની તીવ્રતા માપવામાં આવી
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર તલાઉદ ટાપુ હોવાનું કહેવાય છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.7 માપાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 80 કિલોમીટર ઊંડે હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈન્ડોનેશિયામાં છેલ્લા એક વર્ષમાં અનેક વખત ભૂકંપ આવ્યા છે. જેના કારણે મકાનો, ઈમારતો અને દુકાનોને ભારે નુકશાન થયું છે. નુકશાન તો થીક, પરંતુ ભૂકંપના કારણે લોકોના મોત પણ ખુબ થયા છે. સતત ભૂકંપ આવવાના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

અમરેલીના મીતીયાળાની ધરા નથી શાંત
ગુજરાતમાં આવેલા અમરેલી જિલ્લાના મીતીયાળા ગામની ધરા શાંત નથી. સતત ભૂકંપ આવી રહ્યા છે. લોકોને રાત્રે સુતા પણ ડર લાગી રહ્યો છે. દિવસ હોય કે અડધી રાત લોકોને એ ડર સતાવી રહ્યો છે કે જો ભારે તીવ્રતાથી ભૂકંપ આવશે તો ઊંઘમાં જ મોત મળી જશે. ગાંધીનગર ખાતેથી સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ સાથે મીતીયાળા ગામે તપાસ માટે પહોંચી હતી. આ ટીમે લોકોને ભૂકંપ વિશે માહિતી આપી અને ભય ના રાખવા પણ જણાવ્યું હતું.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં પાંચમી વખત ‘હસીના’ PM, ભારતનો ભૂતકાળ વાગોળ્યો