અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 9 ટકા વધ્યું, પશુપાલકોને બોનસ ચૂકવવાની જાહેરાત
આણંદઃ અમૂલ ડેરીનું ઐતિહાસિક વાર્ષિક ટર્નઓવર 12.88 કરોડની પાર પહોંચી ગયું છે. અમૂલે નાણાંકિય વર્ષ 2023-24ના જાહેર કર્યા છે. મહત્વનું છે કે, અમૂલ ડેરીના વાર્ષિક ટર્નઓવરમાં 9 ટકાનો વધારો નોંધાયો છે.
અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આ મામલે જણાવ્યું છે કે, ‘ખેડૂતોને અપાતા પોષણક્ષમ દૂધના ભાવમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે અમૂલે 113 કરોડ કિલો દૂધ સંપાદન કર્યું છે. પાછલાં વર્ષ કરતાં 15 ટકાનો વધારો થયો છે. અમૂલે પશુઓનાં જન્મદર વધારવા માટે જિનેટીક પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. અમૂલે પશુપાલકોને 525 કરોડનું બોનસ પણ ચૂકવવાનું આયોજન કર્યું છે.’