December 18, 2024

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, રંગપુર નદીમાં ઘોડાપૂર

અમરેલીઃ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામી છે. બગસરા શહેર સહિત ગામડાંઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બગસરાના ખારી, વાઘણીયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમરેલીના ગ્રામ્ય વિસ્તારના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કુકાવાવ, જંગર, વાઘણીયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રંગપુરની નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

રંગપુર ગામના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા વાહનવ્યવહારને અસર થઈ છે. વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.