December 23, 2024

વિધર્મીએ ચાલુ વાહનમાં વિદ્યાર્થિનીને કર્યા શારીરિક અડપલાં, વીડિયો વાયરલ થતા ધરપકડ

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ સાવરકુંડલાની કાણકિયા કોલેજની વિદ્યાર્થિનીઓ સપ્ટેમ્બર મહિનામાં રાજકોટમાં યોજાયેલી કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ હતી. સ્પર્ધા પૂર્ણ થયા બાદ ખાનગી વાહનમાં સાવરકુંડલા પરત ફરી રહી હતી. ત્યારે કોલેજના એક વિદ્યાર્થીએ પ્રોફેસરની હાજરીમાં એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે બંને આરોપી વિરુદ્ધ સાવરકુંડલા પોલીસમાં ભોગ બનનારી વિદ્યાર્થિનીએ ફરિયાદ લખાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

સાવરકુંડલાની કાણકિયા કોલેજની વિદ્યાર્થિની સપ્ટેમ્બર મહિનામાં રાજકોટમાં કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી. ત્યારે ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ એક ખાનગી વાહનમાં સાવરકુંડલા પરત ફરી રહી હતી, ત્યારે કોલેજના સાબીર મલેક નામના વિદ્યાર્થીએ પ્રોફેસર એજાજ કાજીની હાજરીમાં એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિનીએ ઇન્કાર કરતા આરોપીએ ધમકી આપી હોવાથી પીડિતા ચૂપ રહી હતી. પરંતુ ખાનગી વાહનમાં થયેલી છેડતીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પીડિતા વિદ્યાર્થિનીનો સંપર્ક કરી અને પીડિતાને હિંમત આપતા પીડિતા વિદ્યાર્થિનીએ શારીરિક અડપલાં કરનારા વિદ્યાર્થી અને સાથે રહેલા પ્રોફેસર સામે છેડતી પોસ્કો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

વીડિયો વાયરલ થતા તુરંત જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થિની સાવરકુંડલાની જ કાણકિયા કોલેજની હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે પીડિતાનો અને તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. આરોપી દ્વારા પીડિતાને ધમકી આપવામાં આવી હોવાથી પીડિતા સમગ્ર ઘટના બાબતે મૌન રહી હતી. પરંતુ પોલીસ દ્વારા હિંમત આપવામાં આવતા ઘટના બન્યાને 12 દિવસ બાદ ભોગ બનનારી વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક શિક્ષણના પ્રોફેસર એજાજ કાજી કોચ પણ ગયા હતા. રાજકોટમાં સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિની અને અન્ય વિદ્યાર્થિની અને પ્રોફેસર સાથે ખાનગી વાહનમાં અમરેલી આવવા રવાના થયા હતા. વિદ્યાર્થિનીઓ રમતગમતના કોચ એજાઝ કાજી સાથે પરત આવી રહી હતી. ત્યારે કોચે રસ્તામાંથી કોલેજના વિદ્યાર્થી સાબીર મલેકને વાહનમાં બેસાડ્યો હતો. એક વિદ્યાર્થિનીની બાજુમાં બેસી ગયો હતો અને ચાલુ વાહને વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરી ધમકી આપી હતી. ત્યારે સાવરકુંડલા પોલીસે બંને આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.