January 14, 2025

અમરેલીમાં સાધ્વી પર દુષ્કર્મ કરનારો દોઢ મહિને ઝડપાયો

પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા માર્ગ પર આવેલા અમરભારથી આશ્રમના સાધ્વી પર દોઢેક મહિના પહેલા મોઢે બુકાની બાંધીને આવેલા નરાધમે છરીની અણીએ ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યાની ઘટના બની હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને દોઢેક મહિના બાદ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આરોપી ઝડપીને એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આશ્રમમાં રહેતા સાધ્વી પર 20 જાન્યુઆરીએ મોડી રાતે એક નરાધમ શખ્શે આશ્રમમાં પ્રવેશ કરીને એક ઓરડામાં સૂતેલા સાધ્વીને છરીની અણીએ ધાકધમકી આપી શરીરે અડપલાં કર્યા હતા. આ અંગે સીસીટીવીમાં કેદ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 600 જેટલા વ્યક્તિઓના ઇન્સ્ટ્રોગેશન બાદ 1 આરોપીની અટકાયત કરી પોલીસે આજના આધુનિક માધ્યમ વડે કરવામાં આવી હતી. GAIT PATTERN ANALYSIS SDS તેમજ LVA ટેસ્ટ મારફતે ગાંધીનગર ટેસ્ટમાં એક શખ્સની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસ હજુ પણ સાધ્વીકાંડમાં સંડોવાયેલા નરાધમ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો જણાવી હતી.

અમરભારથી આશ્રમના સાધ્વી પર થયેલા દુષ્કર્મનો મામલો પોલીસ માટે કોયડો સાબિત થયેલો હતો, પણ પોલીસે 600 વ્યક્તિઓના ઇન્સ્ટ્રોગેશન કર્યા હતા અને તે સમયે માર્ગ પર નીકળેલા જેટલા પણ વાહનો સાથે ડ્રાઈવરોની પણ સીસીટીવીમાં કેદ વ્યક્તિ જોડે મેચ કરવામાં કમર કસી હતી. છેલ્લે સાવરકુંડલાના ચરખડીયા ગામના શખ્સની ધરપકડ કરીને સાધ્વી પ્રકરણમાં આરોપીનું નામ પોલીસે જાહેર કર્યું નથી.

અમરેલી પોલીસ માટે કોયડો સાબિત થયેલા સાધ્વી પ્રકરણમાં આરોપીની ધરપકડ કરીને 59 ગુનાના મોસ્ટ વોન્ટેડ બુટલેગરની ધરપકડ બાદ વધુ એક ગુનો ડિટેક્શન કરીને અમરેલી પોલીસ તંત્રએ કાબિલે દાદ કામગીરી કરી બતાવી હતી.