October 6, 2024

ખાંભાથી રાજુલા, પીપાવાવ જવાનો રસ્તો બન્યો મણકાતોડ, ઉઠી સમારકામની માંગ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લામા ચોમાસાની શરૂઆતમાં જ રોડ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડારાજ નિર્માણ પામ્યું હોય તેમ ઉબડખાબડ માર્ગ થઈ જતા વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે, ખાંભાથી રાજુલા, પીપાવાવ જવાનો માર્ગ કમરતોડ બની જતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા આ રોડ વહેલી તકે નવો બનાવવા માંગો ઉઠવા પામી છે.

અમરેલી જિલ્લાના ખાંભાથી રાજુલા, પીપાવાવ જવાનો મુખ્ય માર્ગ વરસાદ બાદ બિસ્માર બની ગયો છે. ખાંભાથી હાદસંગ, થોરડી રાજુલા માર્ગ ખખડધજ બની ગયો છે અને રોડ પરના ડામર પણ ઉખડી ગયા છે તો ઘણી જગ્યાએ ડામરનું નામ નિશાન નીકળી ગયું હોય તેવો અતિ બિસ્માર માર્ગ બની જતા વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે, ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પડવાથી માર્ગ પર પાણીના ખાબોચિયાં ભરાવાથી ટુ વ્હીલર વાહનો અકસ્માતે ખાબકી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યુ હોય છે અને ખેડૂતો અને વાહન ચાલકોને પાળાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તા બનતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે, ખાંભાથી રાજુલા, પીપાવાવ જવા માટેનો એક મુખ્ય માર્ગ તૌબા પોકારી ઉઠે તેવી બની ગયો છે. ત્યારે, દીવાનના સરાકડીયા, કોદીયાં, રાયડી સહિત ગ્રામીણ માર્ગ પણ ઉબડખાબડ બની જતા તંત્રની લાપરવાહીની પોલ ખુલી જવા પામી છે અને તંત્ર આવી કમરતોડ રસ્તાની મરામત વહેલી તકે નહિ કરે તો અનેક અકસ્માતો આ માર્ગ પર સર્જાવાની ગંભીર દહેશતો સર્જાઈ છે.