અમરેલી બનાવટી લેટર કાંડ મામલે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ નિવેદન આપ્યું
Amreli Patidar News: અમરેલી બનાવટી લેટર કાંડ મામલે પાટીદારા અગ્રણી દિનેશ બાંભણીયાએ નિવેદન આપ્યું છે. પાટીદાર સમાજની અવિવાહિત દિકરીને જેલ મુક્ત કરવા માટેની બેઠક કરી હતી. કૌશીક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે ચર્ચા થઈ હતી. પાટીદાર સમાજની અવિવાહિત દિકરીને આજે જ જેલ મુક્ત કરાવવા માટે સંમતિનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો: આરોપીની જેમ દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર આગેવાનોએ તંત્રને પડકાર્યું, કાર્યવાહી નહીં તો લડતના મંડાણ
લાલજીભાઈ પટેલે આપ્યું નિવેદન
પોલીસ ફરિયાદમાંથી પણ દિકરીનું નામ દુર કરવા માટે ફરિયાદી દ્વારા એફિડેવિટ કરી આપવામાં આવશે. અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવાનો મામલો હવે રાજકારણમાં પ્રવેશી ગયો છે. SPGના રાષ્ટીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે હવે આ મામલે નિવેદન આપ્યું છે. લાલજીભાઈ પટેલે કહ્યું કે, બંધારણમાં કોઈ જોગવાઈ નહિં હોવા છતાં રાત્રે ધરપકડ કરવામાં આવી છે, ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આખા ગુજરાતમાં અમે ન્યાય માટે લડીશું