December 27, 2024

અમરેલી સાંસદ ભરત સુતરીયાનું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરાયું ભવ્ય સન્માન

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલીના નવા ચુંટાયેલા સાંસદ ભરતભાઈ સુતરીયાનો અમરેલી જિલ્લાના અલગ-અલગ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, આજે અમરેલી તાલુકા ભાજપ દ્વારા અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલીના સાંસદ ભરત સુતરીયાનો સન્માન સમારોહ યોજાયો હતો.

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી તાલુકા ભાજપ દ્વારા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમા ગુજરાત સરકારના ઉપદંડક કૌશિક વેકરીયા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી તેમજ અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો અને અમરેલી તાલુકા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.