December 28, 2024

21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામુહિક દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી

અમરેલી: વડીયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને વડીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વડીયાના કુકાવાવમાં 21 વર્ષીય યુવતી પર 4 વ્યક્તિઓ દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જેને લઈને વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા પ્રિતેશ ઉર્ફે પદીયો રસિકભાઈ આસોદરીયા સામે ગુનો નોંધ્યો છે. આ સિવાય દકુ રામજી વેકરીયા, અનિલ દેસાઈ, સોમાભાઈ આલાણી સામે ગુનો નોંધાયો છે. જોકે, પોલીસે આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDના દરોડા, પોન્ઝી સ્કિમમાં રૂપિયા રોકાવી કરોડો મેળવ્યાની ચર્ચા