અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં બીકોમ સેમેસ્ટર-4નું પેપર લીક, વોટ્સએપમાં વાયરલ

અમરેલીઃ જિલ્લામાં આવેલી એમડી સીતાપરા કોલેજ વિવાદમાં આવી છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે એમડી સીતાપરા કોલેજમાં બીકોમ સેમેસ્ટર-4ની પરીક્ષા દરમિયાન પેપરલીક થયું છે.
આ પેપરના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યા છે. કોલેજના પ્રિન્સિપાલને આ મામલે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, આ સમગ્ર ઘટના વિશે તેમને કંઈ ખબર નથી. તેમણે જણાવ્યુ છે કે, પરીક્ષા શરૂ થતા પહેલાં તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ ચેક કરવામાં આવે છે. બુટ, ચંપલ, મોબાઇલ અને કીટ પરીક્ષાખંડની બહાર રાખવામાં આવે છે. આ ઘટના સમયના CCTV ફૂટેજ મેળવી યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે.