આરોપીની જેમ દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર આગેવાનોએ તંત્રને પડકાર્યું, કાર્યવાહી નહીં તો લડતના મંડાણ
Amreli News: કોઈ દિવસ ચર્ચામાં ના રહેતું છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં આવ્યું છે. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે કેટલાક ઈસમો દ્વારા નકલી લેટરપેડ બનાવી અને નકલી સહી-સિક્કો કર્યો હોવાનો બનાવ અમરેલીમાં બન્યો છે. ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા. પોલીસે આ વિશે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી કરતા પોલીસે એક મહિલા સહિત ચાર લોકોને ઝડપી લીધા છે. હવે આ બનાવે નવો વળાંક લીધો છે. અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની કુંવારી છોકરીનું સરઘસ કાઢયું હતું. આ મામલે ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. SPGના રાષ્ટીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલનું આ મામલે નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: મહાકુંભ માટે 3 હજાર સ્પેશિયલ ટ્રેન દોડશે, અન્ય કઈ સુવિધાઓ મળશે?
લાલજીભાઈ પટેલે આપ્યું નિવેદન
અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવાનો મામલો હવે રાજકારણમાં પ્રવેશી ગયો છે. SPGના રાષ્ટીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે હવે આ મામલે નિવેદન આપ્યું છે. લાલજીભાઈ પટેલે કહ્યું કે, બંધારણમાં કોઈ જોગવાઈ નહિં હોવા છતાં રાત્રે ધરપકડ કરવામાં આવી છે, ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આખા ગુજરાતમાં અમે ન્યાય માટે લડીશું