અમરેલી લેટરકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોંપાતા પરેશ ધાનાણીએ આપ્યું આ નિવેદન

Amreli Letter Kand: નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી તે બાબતે પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું છે. નિર્લિપ્ત રાયની કામગીરીને રાજકારણથી ઉઠાવીને અમરેલીના લોકોએ બિરદાવી હતી. સરકારે રાજ્ય કક્ષાએ તપાસ સોંપવામાં આવી છે. પરેશ ધાનાણીએ કહ્યું કે આશા રાખું છું કે નિર્લિપ્ત રાય એક ઈમાનદાર અધિકારી તરીકે તપાસ કરશે.
આ પણ વાંચો: AMCના બજેટમાં મળશે AMTS બસમાં મુસાફરી કરનારને મોટી રાહત, ડ્રાફ્ટ બજેટ તૈયાર
પરેશ ધાનાણીએ કહી આ વાત
પરેશ ધાનાણીએ કહ્યું કે આશા રાખું છું કે નિર્લિપ્ત રાય એક ઈમાનદાર અધિકારી તરીકે તપાસ કરશે. અધિકારીને અમરેલીની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે. ગુજરાતમાં સત્તાની સાઠમાં ઉપરથી નીચે સુધી સડો થઈ ગયો છે. આ ષડયંત્રની તપાસ થવી જોઈએ. જવાબદારોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈનો ભોગ ન બને તે માટે ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતા કરું છું.