December 23, 2024

અમરેલીની મારૂતિ નંદન ટ્રાવેલ્સની બસમાં મહિલા સાથે દુષ્કર્મ, ડ્રાઇવરે ચાલુ બસમાં બેવાર બળાત્કાર કર્યો

સુરતઃ શહેરમાં એક હૈયું હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. ચાલુ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ખાનગી બસના ડ્રાઇવરે મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું છે.

મળતી માહિતી પ્રમાણે, લાઠીથી મહિલા સુરત આવવા માટે મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં બેઠી હતી. ત્યારે બસના ડ્રાઇવરે મહિલાને દીકરાને મારી નાંખવાની ધમકી આપી ચાલુ બસમાં મહિલા સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.

મહિલા સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે. તે સાત વર્ષના પુત્ર સાથે લાઠીથી સુરત આવવા માટે નીકળી હતી. ત્યારે રસ્તામાં આ ઘટના બની હતી. હાલ મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ફરિયાદ પ્રમાણે, મહિલા લાઠી જતી હતી ત્યારે ટિકિટ ઉપર લખેલા તેના મોબાઈલ નંબરના આધારે ડ્રાઈવરે ફોન કર્યો હતો અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. આ ઉપરાંત ડ્રાઇવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશિપ રાખવા માટે પણ દબાણ પણ કર્યું હતું. હાલ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.