જાફરાબાદના દરિયામાંથી ખલાસીનું રેસ્ક્યૂ, વીડિયો વાયરલ

અમરેલીઃ જાફરાબાદના દરિયામાં એક ખલાસીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મધદરિયે રેસ્ક્યૂ કરવાનો વીડિયો સામે આવ્યો છે. સ્પીડ બોટ દ્વારા ખલાસીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, અચાનક જ મધદરિયે ખલાસીની તબિયત લથડી હતી. ત્યારે જાફરાબાદ માછીમાર સમાજના પ્રમુખ કનૈયાલાલ દ્વારા તંત્રને આ મામલે જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા મધદરિયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રોનક બારૈયા નામના યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.